મંગોલિયામાં ભારે આંધીથી 300 કરતા વધારે લોકો ગાયબ થઇ ગયા !

મંગોલિયાની રાજધાની હોહહોતમાં અનેક ફ્લાઈટ્સ રદ્દ કરી દેવામાં આવી

ચીનની રાજધાની બેઈજિંગમાં છેલ્લા કેટલાક દશકાઓમાં પ્રથમ વખત ભીષણ રેતીલું તોફાન સર્જાયું છે. સોમવારે ચીનની રાજધાની સંપૂર્ણપણે ધૂળમાં રગદોળાઈ ગઈ હતી. ભારે પવનના કારણે ગોબીના રણમાંથી ઉઠેલી આંધીએ ચીનના મોટા ભાગના વિસ્તારને ધૂળથી ભરી દીધો હતો અને બેઈજિંગમાં 400 ફ્લાઈટ્સ રદ્દ કરવી પડી હતી.

અગાઉ રવિવારે ચીનના પાડોશી દેશ મંગોલિયામાં પણ ભારે આંધી ફુંકાઈ હતી અને ઓછામાં ઓછા 341 લોકો લાપતા થયા છે. એક અહેવાલ પ્રમાણે મંગોલિયાની રાજધાની હોહહોતમાં અનેક ફ્લાઈટ્સ રદ્દ કરી દેવામાં આવી છે.

ગોબીનું રણ એ ખૂબ જ વિશાળ અને બંજર પ્રદેશ છે જે પશ્ચિમોત્તર ચીનથી લઈને દક્ષિણી મંગોલિયા સુધી પ્રસરેલું છે. ચીનના હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે અને ધૂળભરેલી આ આંધી બેઈજિંગની ચારે બાજુ આવેલા ઈનર મંગોલિયાથી લઈને ચીનના ગાંસૂ, શાંક્સી સહિત વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.

 61 ,  1