આસામ, બિહારમાં પૂરથી અત્યાર સુધીમાં 83નાં મોત

બિહાર, આસામ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના પગલે 80થી વધુનાં મૃત્યુ થયા છે. બિહારમાં છ નદીઓમાં ભારે પૂરના કારણે ૧૬ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે જ્યારે આસામમાં ૩૩ જિલ્લા પાણીમાં ડૂબ્યા છે. બીજી તરફ કેરળમાં ભારે વરસાદની આગાહી બાદ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ઉત્તર ભારતમાં પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદ પડયો છે જ્યારે રાજધાની દિલ્હીમાં ગઈ કાલે વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

આસામ માટે કેન્દ્ર સરકારે ૨૫૧.૫૫ કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. પીએમ  મોદીએ આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલને તમામ પ્રકારની  મદદનું આશ્વાસન આપ્યું છે. બિહારમાં બચાવ કાર્ય માટે એનડીઆરએફની ૧૯ ટીમો તહેનાત કરવામાં આવી છે. રાજ્યમાં ૩૩ લોકોનાં મૃત્યુ થયા છે. ૧૬ જિલ્લામાં ૨૫.૭૧ લાખ લોકો પ્રભાવિત છે.

તો આ તરફ કેરળમાં આગામી ૨૪ કલાકમાં આઠ ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં  બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સરકારે લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી