September 22, 2020
September 22, 2020

Monsoon Session 2020 : સદનની કાર્યવાહીમાંથી હટાવાયું પ્રશ્નકાળ, વિપક્ષ લાલઘુમ

સંસદના ચોમાસા સત્રમાં કોરોનાના કારણે પ્રશ્નકાળ નહીં થાય, વિપક્ષ નારાજ

14 સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના ચોમાસા સત્રમાં કોરોનાના કારણે પ્રશ્નકાળ નહીં થાય. રાજ્યસભા સચિવાયલે આ અંગે એક નોટિફિકેશન જાહેર કરી માહિતી આપી છે. તો બીજી તરફ સરકારના આ નિર્ણયનો વિપક્ષના સાંસદ વિરોધ કરી રહ્યા છે. સદનની કાર્યવાહીમાંથી પ્રશ્નકાળ હટાવી દેવામાં આવતા વિપક્ષ પાર્ટી નારાજ થઇ છે. પ્રશ્નકાળ રદ થતા અનેક સવાલ વિપક્ષ તરફથી ઉઠાવવામાં આવી રહ્યાં છે.

કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે 17મી લોકસભાનું ચોથુ સત્ર 14 સપ્ટેમ્બર 2020થી શરૂ થશે. જે 1 ઓક્ટોબર સુધી ચાલશે. જો કે આ માટે પૂરતી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકસભા સત્રના પહેલા દિવસે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી સદનની કાર્યવાહી ચાલશે. અને 15 સપ્ટેમ્બરથી એટલે કે એક દિવસ બાદથી સદન 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. આ વખતે સદનની કાર્યવાહીથી પ્રશ્નકાળ હટાવી દેવાયો છે. ત્યારબાદ વિપક્ષ સરકાર પર નિશાન સાધી રહી છે.

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે ટ્વિટ કરીને કહ્યું છે કે, મે ચાર મહિના પહેલા જ કહ્યું હતું કે લોકતંત્ર અને વિરોધના સુર દબાવવા માટે મહામારીનું બહાનું બનાવાશે. મોડેથી શરૂ થઈ રહેલા સત્ર માટે એકદમ શાંતિથી કહી દીધું કે, પ્રશ્નકાળ નહીં યોજાય. અમને સુરક્ષિત રાખવાના નામે આને જસ્ટિફાઈ કેવી રીતે કરી શકાય?

તેમણે સરકારને સવાલ કરવો સંસદીય લોકતંત્રમાં ઓક્સિજનની જેમ છે. આ સરકાર સંસદને એક નોટિસબોર્ડની જેમ સીમિત કરવા માંગે છે અને પોતાના ભારે ભરખમ બહુમતને રબર સ્ટેમ્પની જેમ ઉપયોગ કરી ગમે તે પાસ કરાવવા માંગે છે. જવાબદારીને પ્રોત્સાહન આપનાર તંત્રને હવે દૂર કરી દેવાયું છે. 

શું હોય છે પ્રશ્નકાળ?

લોકસભામાં કાર્યવાહીનો પહેલો કલાક (11 થી 12) પ્રશ્નકાળ કહેવાય છે. જ્યારે રાજ્યસભામાં કાર્યવાહીનો પહેલો કલાક શૂન્યકાળ (ઝીરો અવર) કહેવાય છે. પ્રશ્નકાળમાં સાંસદ વિભિન્ન સૂચિબદ્ધ મુદ્દાઓ પર પ્રશ્નો કરે છે જેની શરૂઆત રાજ્યસભામાં 12 વાગ્યાથી થાય છે. જ્યારે શૂન્યકાળમાં સાંસદ નિર્ધારિત કાર્યક્રમના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર વ્યક્ત કરે છે. 

 47 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર