September 25, 2020
September 25, 2020

રામમંદિર માટે કથાકાર મોરારીબાપુ અને શ્રોતા – ભક્તો દ્વારા કુલ રૂ 5 કરોડનુ અનુદાન

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં માટે મોરારીબાપુ અને ભક્તો તરફથી 5 કરોડનું દાન

રામ જન્મભૂમિ અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવશે. અયોધ્યામાં હાલ તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે તેવામાં રામમંદિર નિર્માણ માટે રામ કથાકાર મોરારીબાપુ અને શ્રોતા -ભક્તો દ્વારા કુલ રૂ 5.05 કરોડનુ અનુદાન દેવાની જાહેરાત કરાઈ છે. પીઠોરીયા હનુમાન મંદિરે ચાલી રહેલી ઓનલાઈન કથામાં વ્યાસપીઠેથી મોરારીબાપુએ જાહેરાત કરી જણાવ્યુ કે બધા જ શ્રોતાને અનુદાન આપવાનો લાભ મળી રહે તે માટે શ્રોતા અને ભક્તોને જે કાઈ આપવું હોય તે આપી શકે છે.

મોરારિ બાપુએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા 5 કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે.આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે.

મોરારિ બાપુએ વધુમાં જણાવ્યું હતું કે, ચિત્રકૂટધામ તલગાજડામાં તુલસીપત્રના રૂપે ઠાકોરજીના ચરણોમાં 5 લાખ રૂપિયા અર્પણ કરૂ છું. શ્રોતાગણ તરફથી જે પણ કંઇ આવે તે બધા રૂપિયા મેળવીને 5 કરોડ મોકલવામાં આવશે. જો હું કોઇ એક વ્યક્તિને સંકેત કરૂ તો તે એકલા હાથે કરી શકે. પરંતુ એમ નહીં મારે બધા શ્રોતા પાસેથી થોડા થોડા પૈસા એકત્ર કરવા છે. ઠાકોરજી અમારા મનોરથ પૂરા કરે તે માટે 5 કરોડ રૂપિયા મોકલીશું. મારી જે પણ કથા સાંભળે છે તેની પાસેથી જે પણ રૂપિયા આપે તે બધા રૂપિયા મળી 5 કરોડ રૂપિયા રામમંદિરના નિર્માણમાં મોકલીએ છીએ.

 94 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર