મોરબીમાં કોંગ્રેસને ફટકો ! પાર્ટીથી નારાજ કિશોર ચીખલીયા ભાજપમાં જોડાયા

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયા ભાજપમાં જોડાયા..

ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે મોરબી સહિત 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોત-પોતોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જોકે, પેટાચૂંટણી પહેલા મોરબીમાં કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. પાર્ટીથી નારાજ જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

કોંગ્રેસ દ્વારા જયંતિ પટેલને ઉમેદવાર બનાવતા કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા બન્યા હતા. પાર્ટીના સિનિયર નેતાઓ કિશોર ચીખલીયાને મનાવવા માટે આતુર હતા. પરંતું કિશોર ચીખલીયા સંપર્ક વિહોણા થતા સિનિયર નેતાઓ મુંઝવણમાં મુકાયા હતા. જો કે આખરે ટિકિટ ન મળતા નારાજ કિશોર ચીખલીયા ભાજપમાં જોડાઇ ગયા છે.

પાર્ટીથી સંપર્ક વિહોણા બન્યા બાદ કિશોર ચીખલીયાએ ગાંધીનગરમાં સીએમ રૂપાણી સાથે પણ બેઠક કરી હતી.  તેમની નારાજગી બાદ ભાજપમાં જોડાવા અંગે ગાંધીનગરથી આ ઓપરેશન પાર પડાયુ હતુ.

 22 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર