મોરબી: રક્ષકો જ કાયદાના ભક્ષક બન્યા, હેડક્વાર્ટરમાંથી અજાણ્યા યુવકની લાશ મળી

કાયદાના રક્ષકો જ કાયદાના ભક્ષક બન્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. નવા બની રહેલા પોલીસ હેડક્વાર્ટર નજીક થયેલી હત્યાથી ચકચાર મચી ગઈ છે. હેડક્વાર્ટરમાં ફરજ બજાવતાં એક પોલીસકર્મી સહિત 5 મિત્રોએ મળી યુવકની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

બનાવની વિગતવાર માહિતી જોવા જઈએ તો મોરબીમાં ગઈકાલે સાંજે મકનસર ગામ નજીક નવા બની રહેલા પોલીસ હેડક્વાર્ટર પાછળ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ મોરબી તાલુકા પોલીસને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. જેને પગલે મોરબી એસપી ડો.કરનરાજ વાઘેલા, ડીવાયએસપી, નવનિયુક્ત પીએસઆઇ એમ.વી.પટેલ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તુરંત પહોંચી ગયો હતો અને સમગ્ર બનાવની તપાસ કરી હતી.

શ્રી શક્તિ કન્સ્ટ્રકશન સાઈડ પરના સુપરવાયઝર રાકેશ છોટાલાલ રાઠોડે જણાવ્યું છે કે ફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલા એન્ટિક સિરામીકમાંથી કેમિકલ લઈને તેઓ પરત આવતા હતો. એ દરમ્યાન પોલીસ હેડક્વાટરની સાઈડ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓએ યુવાનને આડેધડ માર માર્યો હતો. બાદમાં બપોરના બે વાગ્યે અમે રસોડા પર જમવા જતા રહ્યાં હતા.

લગભગ સાડા ત્રણ વાગ્યે ઓરડી પાછળ જોયુ તો કિશોરભાઈ પોલીસ વાળા અને જીઆરડી જવાનો આડેધડ માર મારી રહ્યા હતા અને યુવાન ત્યાં પડ્યો હતો. જેથી અમે અમારા સાઈટના એન્જીનિયર નરેશભાઈને વાત કરતા તેઓએ હેડક્વાર્ટરના આરએસઆઈ મુધવાને ફોન કરીને જાણ કરી હતી. બાદમાં 108ને જાણ કરતા ટીમ આવી પહોંચી હતી જેણે યુવકને મૃત જાહેર કર્યો હતો.

તે સમય દરમિયાન પોલીસ ઘટના સ્થળે આવી જતા અજાણ્યા યુવાનના મૃતદેહબને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. તે યુવક વિષે કોઈ માહિતી મળી નથી. તે શા માટે અહીં આવ્યો હતો કે તે પછી તેને અહીં લાવવામાં આવ્યો હતો કે પછી અન્ય કોઈ અંગત સ્વાર્થ ખાતર તેને કોઈના કહેવાથી લાવવામાં આવ્યો હતો એ તમામ પ્રશ્નો અકબંધ છે.

 27 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી