મોરબી : માળિયાના ખાખરેચી ગામમાં બીમાર દર્દીઓને જાહેરમાં બોટલ ચઢાવવી પડી, Video વાયરલ

જિલ્લામાં સીઝનલ ફલૂ અન્ય બીમારીઓએ પણ માજા મૂકી

 ખાનગી દવાખાના બહાર ઓટલા પર બાટલા ચઢાવી સારવાર લેવાની નોબત આવી

મોરબી જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે લોકોને ટેસ્ટ કીટ અને બેડ મળતા નથી તેવી ફરિયાદ મળી રહી છે તો બીજી તરફ વાયરલ ફલૂ અને અન્ય પાણી જન્ય બીમારીએ પણ જાણે માજા મૂકી બેવડો માર મારવાનું નકકી કર્યું હોય તેવી સ્થિતિ બની ગઈ છે. મોરબીના સીરામીક ફેકટરીના શેડમાં દર્દીઓને ખુલ્લામાં સારવાર લેવાનો વિડિયો વાયરલ થયા બાદ વધુ એક વીડિયો માળિયા તાલુકાના ખાખરેચી ગામમાંથી સામે આવ્યો છે.

અહીં આવેલ એક ખાનગી ક્લિનિકમાં ઝાડા ઉલટીના દર્દી સારવાર માટે ગયા હતા જોકે હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા અગાઉ થી ઘણી વધારે હોવાથી તેઓને હોસ્પિટલમાં ગ્લૂકોઝ બોટલ મળી શકે તેમ ન હોવાથી ક્લિનિક બહાર ખાલી જગ્યામાંબોટલ ચઢાવવી પડી હતી.

વીડિયોમાં એક બે નહિ પણ 8થી 10 દર્દીઓને આ રીતે જાહેરમાં બોટલ ચઢાવવા પડ્યા હતા. મોરબી જિલ્લામાં એક મહિનાથી બીમારીઓએ વરવું સ્વરુપ ધારણ કરી લીધું હોવા છતાં તંત્ર સમગ્ર સ્થિતિ કાબુમાં હોવાના દાવો કરી રહ્યું છે. પ્રજા તંત્રની વાત કરતા અધિકારી અને પદાધિકારીઓ જ્યારે પ્રજાને સાચી જરૂર છે ત્યારે જ ગુમ થઈ જતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

-જનક રાજા

 44 ,  1