મોરબીઃ દ્વારકા લૂંટનો કુખ્યાત સાતનારી ગેંગનો સાગરીત મોરબીમાંથી ઝડ્પાયો

મોરબી એલસીબી ટીમે આજે બાતમીના આધારે સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડી પાસેથી દ્વારકામાં ત્રણ વર્ષ પહેલાં લૂંટ કરનાર કુખ્યાત સાતનારી ગેંગના સાગરીતને ઝડપી લીધો હતો. એલસીબીએ લૂંટના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતો આરોપીને ઝડપીને દ્વારકા પોલીસને સોંપી દેવાની તજવીજ હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વસઈ ગામની સીમમાં રહેતા વિરુબેન મંગાભાઇ માણેક નામના મહિલા ગત તા.૧/૬/૨૦૧૭ના રાત્રીના સમયે પોતના ઘરે સુતા હતા. તે સમયે પાંચ અજાણ્યા બુકાનીધારી શખ્સો ત્યાં લૂંટના ઇરાદે ત્રાટકયા હતા અને પાંચેય શખ્સોએ મહિલાને છરી બતાવીને તેમની પાસેથી રોકડ, સોના ચાંદીના દાગીના મળીને કુલ રૂ.૩.૪૩ લાખનો મુદામાલ લૂંટી ગયા હતા.

આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ સ્થાનિક પોલીસની તપાસમાં આ લૂંટ સાતનારી ગેંગએ આચરી હોવાનું ખુલતા જે તે સમયે પોલીસે સાતનારી ગેંગના અન્ય આરોપીઓને ઝડપી લીધા હતા. પણ આ ગેંગનો એક સાગરીત ધીરુ મનજીભાઈ સોલંકી રે મૂળ માળીયા હાટીના, જૂનાગઢ, હાલ સિક્કા જામનગર ત્રણ વર્ષથી નાસતો ફરતો હતો.

આ આરોપી મોરબી હોવાની બાતમી મળતા નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટના સંદીપસિંહે અને મોરબી જિલ્લા પોલીસ વડાની સુચનાને પગલે મોરબી એલસીબી ટીમે લૂંટના આરોપી ધીરુ મનજી સોલંકીને ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. આ આરોપી અગાઉ જામનગર, ખંભાળિયા, જામજોધપુર અને લાલપુરમાં લૂંટ તથા લૂંટ વિથ મર્ડરના ગુનામાં પકડાઈ ચુક્યો હોવાનું ખુલ્યું છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી