રાજકોટની હોટલમાં યુવતીના નિવસ્ત્ર ડાન્સ મામલે મોરબીનું નામ ઉછળ્યુ..!

બંધ રૂમમાં થયેલા નગ્ન ડાન્સનો આખરે ભેદ ખૂલ્યો..!

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી ફોર સ્ટાર હોટલમાં અડધી રાત્રે યુવતીએ નિવસ્ત્ર બની ઠુમકા લગાવવા પ્રકરણનો વીડિયો વાઇરલ થયા બાદ આ ચર્ચાસ્પદ વિડીયો પ્રકરણમાં મોરબીનું નામ જોરશોરથી ઉછળ્યું છે.

રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી હોટલ ઇમ્પીરિયલ પેલેસના રૂમમાં યુવતી નિવસ્ત્ર બનીને ડાન્સ કરતી હતી ત્યારે એક બારી ખુલ્લી રહી જતા કોઈએ સમગ્ર ડાન્સપાર્ટીનો વિડીયો ઉતારી વાઇરલ કરતા આ મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. બીજી તરફ આ નિવસ્ત્ર પાર્ટીના આયોજક તરીકે મોરબીના કેટલાક નબીરા હોવાનું વ્યાપક પણે ચર્ચાઈ રહ્યું છે.

વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં સામે આવ્યુ કે, કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઉદ્યોગપતિ મોરબીના જ હોવાનું કહેવાય છે. આ પાર્ટી મોરબીમાં યોજાવાની હતી, પણ વરસાદને કારણે રાજકોટની હોટલના એક રૂમમાં યોજાઈ હતી. તેના માટે મોંઘોદાટ 608 નંબરનો રૂમ બૂક કરાવાયો હતો, જેનુ એક દિવસનુ ભાડુ જ 20 હજાર રૂપિયા હતું. 

ડાન્સ કરનાર નગ્ન યુવતી કોણ હતી તે અંગે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, આ યુવતીને મુંબઈથી બોલાવવામાં આવી હતી. જે રાત્રે બાર વાગ્યે મુંબઈથી રાજકોટ પહોંચી હતી, અને સવારે તેણે રૂમ છોડ્યો હતો. આ યુવતીએ જ રૂમમાં નગ્ન ડાન્સ કર્યો હોવાનું કહેવાય છે. આ એક પ્રકારની રેવ પાર્ટી જ હતી. 

હાલ રાજકોટ પોલીસ હોટલના એક-એક સીસીટીવી ફૂટેજ ફંફોળી રહી છે. જેથી પાર્ટીની વધુ માહિતી મળી શકે. 

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી