વધુ 47 ચીનની એપ પર ભારત સરકારનો પ્રતિબંધ, ચીન સામે ભારતની ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઇક

કેન્દ્ર સરકારે ચીનની ટેક કંપનીઓ વિરુદ્ધ બીજી મોટી કાર્યવાહી કરી છે. ભાર સરકારે ચીનની વધુ 47 એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પગલાને ભારત સરકારનો ચીન પર બીજો ડિજિટલ પ્રહાર કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં આ 47 એપ્સ બંધ કરવામાં આવેલી 59 ચીની એપ્સની ક્લોનિંગ હતી. દા.ત. ભારત સરકારે ટિકટૉક પર પ્રતિબંધ મૂકી દીધા બાદ તે ટિકટૉક લાઇટના નામે સક્રિય હતી. આ પહેલા ભારત સરકારે 59 ચીની એપ્સને બેન કરી હતી.

જેમાં ટિકટૉક, શેરચેટ, કેમસ્કેનર સહિત પ્રસિદ્ધ એપ્લિકેશન પણ સામેલ હતી. આ ઉપરાંત ભારત સરકારે 275 ચીની એપ્સની યાદી પણ બનાવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.59 એપ્સ પર પ્રતિબંધ બાદ વધુ 47 એપ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તે બાદમાં સરકાર તપાસ કરી રહી છે ચીનની એપ્સ રાષ્ટ્રીય સુરક્ષા અને યૂઝર પ્રાઇવસી માટે ખતરો તો બની ચૂકી નથી ને? સૂત્રો મુજબ, જે કંપનીઓના સર્વર ચીનમાં છે, તેમની પર પહેલા પ્રતિબંધ લગાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

 સુત્રોના જણાવ્યા અનુસાર  આ 275 એપ્સમાં ગેમિંગ એપ PUBG પણ સામેલ છે, જે ચાઇનાની વેલ્યૂબલ ઇન્ટરનેટ Tencentનો હિસ્સો છે. સાથોસાથ તેમાં Xiaomiએ બનાવેલી Zili એપ, ઇ-કોમર્સ Alibabaની Aliexpress એપ, Resso એપ અને Bytedanceની ULike એપ સામેલ છે. આ ડેવલપમેન્ટ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે, સરકાર આ તમામ 275 એપ્સને કે તેમાંથી કેટલીક એપ્સને પ્રતિબંધિત કરી શકે છે. જોકે, જો કોઈ ખામી નહીં મળે તો કોઈ પણ એપ પ્રતિબંધિત નહીં થાય.   

 108 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર