છેલ્લા 1 વર્ષમાં 100 કરતા વધુ મુસ્લિમ યુવતીઓએ હિન્દુધર્મમાં લગ્ન કર્યા – ગ્યાસુદ્દીન શેખ

છેલ્લા 14 વર્ષોમાં આજનો દિવસ વિધાનસભા માટે શરમજનક – કોંગ્રેસ ધારાસભ્ય

ગુજરાતમાં લવ જિહાદ પર કાયદો બનવાનો છે. સરકાર લગ્ન માટે બળજબરી ધર્મપરિવર્તન કરાવનાર વિરૂદ્ધ કાયદો બનાવવા જઇ રહી છે. તેના માટે ગુજરાત સરકાર વિધાનસભા સત્ર દરમિયાન એક બિલ રજૂ થઈ ચુક્યું છે. બિલને મંજૂરી મળતાં જ લવ જિહાદ પર કાયદો બનાવનાર ગુજરાત ત્રીજું રાજ્ય બનશે.

તો બીજી તરફ બિલને લઇ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં આજે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લવ જેહાદના કાયદાનું બિલ રજુ કર્યું હતું. જેને અયોગ્ય ઠેરવીને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ બિલને ફાડી નાંખ્યું હતું. બિલ ફાડી નાંખતાં જ પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ બિલ પર ચર્ચા કરતાં કહ્યું હતું કે છળ કપટથી થતાં ધર્માંતરણ ક્યારેય યોગ્ય નથી. છળ કપટથી થતા લગ્નો સામે પગલાં ભરો એમાં અમે જોડે છીએ. આંતરધર્મ લગ્નો પહેલેથી થાય છે, છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 100 કરતા વધુ મુસ્લિમ યુવતીઓએ હિન્દુધર્મમાં લગ્ન કર્યા છે. ફક્ત પોતાના રાજકીય એજન્ડા માટે લવ જેહાદની વાતો કરે છે.

છેલ્લા 14 વર્ષોમાં આજનો દિવસ વિધાનસભા માટે શરમજનક છે. કાયદામાં ક્યાંય લવ જેહાદ શબ્દ નથી. લવ જેહાદના નામે જે પણ વાતો કરવામાં આવી તે યોગ્ય નથી. ફક્ત રાજનીતિ માટે બે સમાજ વચ્ચે કટુતા લાવતી વાતો થઈ છે. ધર્મ ના નામે રાજકારણ ન થવું જોઈએ આપણી પાસે IPC ની કલમો છે. 

પ્રદિપસિંહ જાડેજા જોરથી બોલે છે. છળ કપટ કરનારા સાથે અમે પણ સહમત નથી પરંતુ ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવુ યોગ્ય નથી. કાયદાના નામે સમાજને બદનામ કરાય છે, હિંદુ યુવતીના બદલે હિન્દુસ્તાની યુવતિ કેમ ન બોલી શકીએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્યાસુદીન શેખને બે મિનિટ માટે બેસવા અધ્યક્ષે વિનંતી કરી હતી, અને તેમજ  ઉશ્કેરાટમાં ન બોલવા કહ્યું હતું. ગ્યાસુદીન શેખએ કહ્યું હતું કે 14 વર્ષમાં લાગણી કોઈની દુભાય બોલ્યો એવું નથી. મને વેદના થાય છે જ્યારે સિનિયર મંત્રીઓ મેણા મારે છે. ગૃહમાં એ પ્રકારની ભાષા અને કટુ વાક્ય બોલવામાં આવે છે. જેથી ઘણી વખત એમ થાય છે કે ક્યા આવી ગયા. આ પ્રકારની કટુતા થી બે કોમ કોમ વચ્ચે અંતર વધે છે.

 પ્રેમના સીમાડા નથી હોતા, પ્રેમ સાથે છેડછાડ કરનારનો વિનાશ થાય છે – પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતાં કહ્યું હતું કે હું નખશીખ હિન્દુ છું અને હિન્દુ હોવાનું મને ગૌરવ છે. હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. પરંતુ મુઠ્ઠી ભર લોકો અયોધ્યામાં તમે માથું નમાવો તો જ હિન્દુ હોવાનું સર્ટીફિકેટ વહેંચવા નીકળ્યા છે. અમને તેનો વિરોધ છે. વિધાનસભામાં લવ જેહાદ પર બોલતા પરેશ ધાનાણી મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હતાં. ધાનાણીએ મુખ્યમંત્રીને અભિનંદન આપતાં કહ્યું હતું કે, એ સમયે એમણે ધર્મના વાડા તોડી લગ્ન કર્યા હતાં. ત્યારે ભુપેન્દ્રસિંહે મુખ્યમંત્રીના ઉલ્લેખ સામે વાંધો ઉઠાવ્યો હતો. વિધેયકમાં લવ જેહાદ શબ્દનો ઉલ્લેખ નથી. 2003માં તમે ધર્મ સ્વતંત્રતા વિધેયક લાવ્યા હતાં. આજે ફરી લાવ્યા છો. 17 વર્ષમાં તમે આવી ઘટનાઓ રોકી શક્યા નથી. પ્રેમના સીમાડા નથી હોતા, પ્રેમ સાથે છેડછાડ કરનારનો વિનાશ થાય છે. એમ પરેશ ધાનાણીએ કહ્યું હતું.

 22 ,  1