બસ ખીણમાં ખાબકતા 22થી વધુ મુસાફરોના મોત, 18 ઇજાગ્રસ્ત

નેપાળમાં મોટો અકસ્માત

નેપાળના મુગુ જિલ્લામાં મંગળવારે બસ દુર્ઘટનામાં 22 લોકોના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે 18 લોકો ઈજાગ્રસ્ત થયા છે. નેપાલગંજથી મુગુના ગમગઢી તરફ જઇ રહેલી બસ પિના ઇયારી નદીમાં દુર્ઘટના નદીમાં દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. જિલ્લા અધિકારી રોમ બહાદુર મહતના જણાવ્યા અનુસાર, બચાવ માટે પોલીસ ટીમ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા.

સુર્ખેત જિલ્લા પહાડી વિસ્તારના એક મુસાફર મુગુ તરફ કરવામાં આવી રહી હતી. હજુ તેઓ મુગુ પહોંચવાની હતી કે બસ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધું અને મુસાફરો ભરેલી બસ ખીણમાં ખાબકી.

આસપાસના ગ્રામજનોની મદદથી નેપાળ પ્રહરીના જવાન ખાઈમાં બસ સુધી પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. ઘટનાસ્થળે જ કેટલાક મુસાફરોના મોત થયા હતા. 16 મુસાફરોને સારવાર માટે નેપાલગંજ હોસ્પિટલ લઇ જવાયા. આ દરમિયાન રસ્તામાં જ અન્ય 4 મુસાફરોના મોત થયા. ત્યારે, કર્ણાલી પ્રદેશ પ્રહરી કાર્યાલયના જણાવ્યા અનુસાર બસ દુર્ઘટનામાં અંદાજિત 30 લોકોના મોત થયા છે. મૃતકોની ઓખળ કરવાની કામગીરી ચાલી રહી છે.

 13 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી