વધુ 25 હજાર જવાનો મોકલવાની વાત તદ્દન ખોટીઃગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મત્રાલયે જમ્મુ કાશમીર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોનાં વધુ 25 હજાર જવાન મોકલવાના સમાચારોને ખોટા ગણાવ્યા છે. આજે શુક્રવારે સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, કેન્દ્રએ કાશ્મીરમાં ફક્ત વધુ 10 હજાર જવાન મોકલવાનો આદેશ આપ્યો છે. પરંતુ જવાનોની આ પ્રકારની હલચલને કારણે ઘણા બિનજરૂરી અનુમાન લગાવાઈ રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરમા વધુ 25 હજાર સુરક્ષાબળોને તહેનાત કરવા અંગે પૂર્વ મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, સેના અને એરફોર્સને શા માટે એલર્ટ પર રાખવામાં આવ્યા છે? શું આ બધું 35A અંગે કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારનું એલર્ટ કંઈ અણધાર્યુ થવાની નિશાની છે.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી