સિવિલના આખા ઑર્થોપેડિક વિભાગના 50થી વધુ તબીબોએ એકસાથે કોરોના રસી લીધી

રસીની કોઇ આડઅસર નથી તે સાબિત કરવા સુપરિન્ટેન્ડન્ટ ડો. જે. વી. મોદીએ ખુદ પહેલા રસી લીધી હતી

કોરોનાની રસી સુરક્ષિત ન હોવાની અને તેની આડઅસરો થતી હોવાની વાતો વહેતી થઈ છે, તેવા સમયે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જેવી મોદીના વડપણ હેઠળ સમસ્ત ઓર્થોપેડિક વિભાગના 50 કરતા વધુ તબીબોએએ એક સાથે રસી લઇ‘સંગઠન શક્તિથી સિદ્ધિ’નું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું. નોંધનીય છે કે, કોરોના સામે રક્ષણ મેળવવાની રસી સુરક્ષિત છે અને તેની કોઇ આડઅસર નથી તે સાબિત કરવા સુપરિન્ટેન્ડન્ટ ડો. જે. વી. મોદીએ ખુદ પહેલા રસી લઇને સ્ટાફને પ્રેરણા આપી હતી.

કોરોના સામે રસીકરણના આજે ત્રીજા દિવસે અમદાવાદ સિવિલમાં “ન ભૂતો ન ભવિષ્યતિ” કહી શકાય એવી ઘટના સર્જાઈ હતી. હોસ્પિટલ સંકુલમાં કાર્યરત્ઑ ર્થોપેડિક વિભાગના તમામ સિનિયર તબીબો અને સંલગ્ન કર્મચારીઓએ એક સાથે રસી મેળવીને કોરોના મહામારીને નિયંત્રણમાં લેવાની ગુજરાત સરકારની ઝુંબેશ તથા મહારસીકરણ અભિયાનમાં પોતાનો અતૂટ ભરોસો પ્રતિબિંબિત કર્યો હતો.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જે. વી. મોદીએ સૌપ્રથમ જાતે રસી લઇને પોતાના હસ્તકના તમામ તબીબો, અધ્યાપકો, કર્મચારીઓ અને સંલગ્ન સ્ટાફમાં કોરોનાની રસી સુરક્ષિત હોવાનું અને તેની કોઇ આડઅસર ન હોવાનું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું. તેમનામાંથી પ્રેરણા મેળવીને સમસ્ત સ્ટાફ કોરોના સામે રક્ષણ મેળવવા માટેની રસી લેવા પ્રેરાયો હતો, જેના પગલે પ્રાધ્યાપકોથી લઇને સંલગ્ન કર્મચારી સહિતના 50 કરતા વધુ લોકોના ઓર્થોપેડિક વિભાગે એક સાથે રસી મેળવીને વિક્રમ સર્જ્યો હતો.

 52 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર