હોસ્પિટલમાંથી 500 કર્મીઓને છુટા કર્યા, ત્રીજી લહેર આવશે તો..?

SVP હોસ્પિટલ દ્વારા એક સાથે 500 કર્મચારીઓને દુર કરાયા

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસમોમાં વધઘટ થઇ રહ્યો છે, દિવાળીના તહેવારોમાં બહારગામ હરવા ફરવા ગયેલા લોકો પરત આવતા કેસોમાં વધારો નોંધાયો છે. અને ત્રીજી લહેર નહીં જ આવે એમ કોઇ દાવા સાથે કહેતા નથી ત્યારે હોસ્પિટલમાંથી 500 જેટલા સ્ટાફને છુટા કરવામાં આવે અને ત્રીજી લહેર આવે તો શું થશે ?

અમદાવાદ શહેરની SVP હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે…હોસ્પિટલ સત્તાધીશોના એક નિર્ણયથી અનેક લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે…500થી વધુ સ્ટાફને કોઈપણ નોટિસ વગર છૂટા કરાયા છે…આ તમામ લોકોને ઈમેલ દ્વારા માહિતી આપવી છે…નોટિસ વગર ઈમેલ મોકલાતા સ્ટાફમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.જેને લઈને ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન દ્વારા ચેતવણી આપવામાં આવી છે…જો તમામ સ્ટાફને નોકરીમાં પાછા નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું.

SVP હોસ્પિટલમાંથી છુટા કરવામાં આવેલા આ એ જ કમર્ચારીઓ છે જે કોરોના વખતે કામ કરતા હતા. બીજી એ પણ વાત છે કે SVP હોસ્પિટલમાં અનેક કર્મચારીઓની ભરતી અગાઉ કરી દેવામાં આવી હતી. પરંતુ દર્દીઓની સંખ્યા ખુબ જ ઓછી રહેતી હતી અને આ કારણે ખર્ચ વધુ આવતો હોવાની પણ બાબત સામે આવી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મૂજબ હાલ હોસ્પિટલમાં વધારે દર્દીઓ દાખલ થતા ન હતા, જેની સામે SVP ને ખર્ચ પોસાય તેમ ન હતો. ખર્ચમાં એટલા અંશે ઘટાડો કરવામાં આવી રહ્યો હતો કે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા AC પણ બંધ કરી દેવામાં આવતા હતા. એટલે મહદઅંશે ખર્ચ ઓછો થાય અને જરૂર વગરના કર્મચારીઓને છુટા કરી દેવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

 28 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી