અમદાવાદ : ચાવીઓના ઝુમખા લઇને ફરતો ખૂંખાર ચોરની ધરપકડ, 65 જેટલી ચોરીની ઘટનાને આપ્યો અંજામ…

ક્રાઇમ બ્રાંચે નરોડા સ્મશાન સામેથી ચોરને દબોચી લીધો

ઘરફોડ તેમજ વાહન ચોરી મળી કુલ-65 જેટલા ગુન્હાઓમાં પકડાયેલ રીઢા ચોરની અમદાવાદ ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી ચોરીના 4 ગુન્હાનો ભેદ ઉકેલ્યો છે.

પોલીસે બાતમી આધારે નરોડા સ્મશાન સામેથી આરોપી પરષોતમ ઉર્ફે દાસની 50 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આરોપીની પુછપરછ કરતા છેલ્લા ચારેક માસ દરમ્યાન તેણે અમદાવાદ શહેરમાં નીચેની જગ્યાઓએ આવેલ મેડીકલ સ્ટોરમાં ચોરીઓ કરેલ હોવાની કબુલાત કરેલ છે.

ગત 11 નવેમ્બરના રોજ સવારના પાંચેક વાગે ઉપરોક્ત પલ્સર બાઈક લઈ વસ્ત્રાપુર ફાટક રોડ ઉપર આવેલ ચંદ્રમૌલી સ્કુલની સામે આવેલ ક્રુષ્ણા ફાર્મા નામની મેડીકલ દુકાને જઈ પોતાની પાસેની ચાવીઓના ઝુમખા વડે શટરનુ લોક ખોલીતે દુકાનમાંથી રોકડ રૂ. 65,000 તથા કોસ્મેટીકની વસ્તુઓ તથા કેટલીક દવાઓની ચોરીઓ કરી હતી. ચોરીમાં મળેલી દવાઓ મણીનગર દક્ષીણી ફાટક પાસે એક મેડીકલમાં સ્ટોરમાં રૂ.8000માં વેંચી હતી.જ્યારે 14 ઓગસ્ટે સવારના પાંચેક વાગ્યાના અરસામાં પલ્સર બાઇક ઉપર જઇ વેજલપુર શાંતીનાથ કોમ્પલેક્ષ ખાતે આવેલ હરસિદ્ધ મેડીકલ નામની દુકાનનુ શટરનુ તાળુ તેની પાસેની ડુપ્લીકેટ ચાવીથી ખોલી તે દુકાનમાંથી કેટલીક દવાઓ તથા રોકડ રૂ.51000ની ચોરી કરી હતી. જે દવાઓ ઉપરોક્ત મેડીકલ સ્ટોરમાં રૂ.28000માં વેચી છે. જે બાબતે વેજલપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો હતો.

ઓગષ્ટ મહીનાના પહેલા વિકમાં ઉપરોક્ત પલ્સર બાઈક ઉપર જઈ વાસણા બસ સ્ટેન્ડની પાછળ આવેલ દર્શન મેડીકલ સ્ટોર નામની દુકાનનુ શટર ડુપ્લીકેટ ચાવી વડે ખોલી તેમાંથી રોકડા રૂ.18000ની ચોરી તેમજ છેલ્લા વિકમાં વાસણા મલાવ તળાવ જગન્નાથ પાર્ક સોસાયટી પાસે આવેલ જીવરાજ મેડીકલ સ્ટોર નામની દુકાનનુ શટર ડુપ્લીકેટ ચાવી વડે ખોલી તેમાંથી રોકડા રૂપિયા બે હજાર તથા એક કોથળો ભરાય તેટલી દવાની ચોરી કરેલ હતી. જે દવા ઉપરોક્ત મેડીકલમાં રુપિયા એક લાખમાં વેંચી હોવાની આરોપી કબુલાતએ કરી છે.​​​​​​​

આરોપીની કબુલાત આધારે દાખલ થયેલ ગુનાઓ તથા અન્ય ગુનામાં આરોપીની સંડોવણી બાબતેની આરોપીની વધુ પુછપરછ જે.એન.ચાવડા તથા એ.પી.જેબલીયાનાઓ કરી રહ્યાં છે. આરોપી મોટા ભાગે ચોરીઓ કરવા જાય ત્યારે પોતાના પલ્સર બાઈકની નંબર પ્લેટ કાઢી નાંખી બીજી ખોટા નંબરવાળી નંબર પ્લેટ લગાવીને આવી ચોરીઓ કરે છે, તેમજ પોતાની પાસે અલગ-અલગ સાઈઝ અને આકારની ચાવીઓનો ઝુમખો રાખી આ ચાવીઓથી લોક ખોલી નાખે છે, લોકના ખુલે તો પોતાની પાસેના ખાતરીયા જેવુ સાધન રાખી તેના વડે તાળુ તોડીને ચોરીઓ કરતો હતો.

આરોપી મોટા ભાગે ચોરીઓ કરવા જાય ત્યારે પોતાના પલ્સર બાઈકની નંબર પ્લેટ કાઢી નાંખી બીજી ખોટા નંબરવાળી નંબર પ્લેટ લગાવીને આવી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો, તેમજ પોતાની પાસે અલગ-અલગ સાઈઝ અને આકારની ચાવીઓનો ઝુમખો રાખી આ ચાવીઓથી લોક ખોલી નાખે છે, લોક ના ખુલે તો પોતાની પાસેના ખાતરીયા જેવુ સાધન રાખી તેના વડે તાળુ તોડીને ચોરીઓ કરતો હતો.

આરોપી અગાઉ સુરત ખાતે રહેતો હતો ત્યારે કુલ-24 જેટલી બાઈકોની ચોરીઓના ગુનાઓમાં સુરત શહેરના વરાછા તથા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં પકડાય ચુક્યો હતો. અમદાવાદ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કુલ-28 ગુન્હાઓમાં તથા ફોરવ્હીલ અને ટુ વ્હીલરના મળી કુલ-13 ગુન્હાઓમાં ઝડપાયો હતો.

નોંધનિય છે કે, આરોપી આજદિન સુધીમાં કુલ્લે-65 જેટલા ગુન્હાઓમાં ધરપકડ થઇ ચુકી છે. તેમજ વર્ષ- 2001માં પાસા અટકાયતી તરીકે પોરબંદર જેલમાં ચાર મહીની સજા પણ કાપી હતી.

 48 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી