જેતપુર : છરી બતાવી આંખમાં મરચાની ભૂંકી છાંટી ચલાવી 42 લાખની લૂંટ

બાઈક પર આવેલા 2 શખ્સોએ લૂંટ ચલાવી, 800 ગ્રામ સોનુ-રોકડા સહિત 42 લાખ રૂપિયાની લૂંટ

જેતપુર શહેરમાં દિલધડક લૂંટની ઘટના સામે આવી છે. નાના ચોક વિસ્તારમાં બાઈક પર આવેલા લૂંટારુઓએ સોની યુવકને આંતરી આંખમાં મરચું નાંખીને લૂંટ ચલાવી હતી. સોની યુવક પાસેથી 800 ગ્રામ સોનુ અને બે લાખ રોકડા મળી અંદાજે 42 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે.

ચોરીની આ ઘટના સીસીટીમાં કેદ થઇ છે.પોલીસે સીસીટીવીને આધારે લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે. ભોગ બનનારનું નામ ચીમનભાઈ વેકરીયા હોવાનું જાણવા મળ્યું છે. લૂંટાળુઓએ આંખમાં મરચું નાખી પગમાં છરીના ઘા મારી માર્યા હતા. હાલ પીડિત યુવક સારવાર હેઠળ છે.

જાણકારી મુજબ, ધોરાજીમાં રહેતા અને સોની બજારમાં વેપારીઓ પાસેથી દાગીનાના ઓર્ડર લઇ લે-વેચ કરતા સેલ્સમેન ચીમનભાઇ કાળાભાઇ વેકરીયા (ઉ.વ.30) નામના યુવાન સવારે 10 વાગ્યાની આસપાસ જેતપુરની મતવા શેરીથી રમાકાંત રોડ પર ચાલીને જતા હતા ત્યારે અચાનક બે અજાણ્યા બાઇક સવાર શખ્સોએ તેમને રોકી છરી બતાવી આંખમાં મરચાની ભૂંકી છાંટી હાથમાં રહેલ થેલો ઝૂંટવી લીધો હતો. આ થેલામાં બે લાખ રોકડ અને 700 થી 800 ગ્રામ સોનુ ભરેલ હતાં થેલો ઝૂંટવી ફરાર થઇ ગયા હતા. લૂંટ દરમિયાન રકઝકમાં આરોપીઓએ યુવકને છરીના ધા મારી ઇજાગ્રસ્ત કરી દીધા હતો. પગમાં ઇજા થયેલ ચીમનભાઇને સારવારમાં સરકારી દવાખાને ખસેડાતા પોલીસ સમક્ષ ઉપરોકત બનાવની જાણ કરતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.

આ ઘટનાની ગંભીરતા લઈને પોલીસ પણ લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે આ ઘટના અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને લૂંટારૂઓની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

 126 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર