મધ્યપ્રદેશઃ નાસિકથી ચિત્રકુટ જતી બસને નડ્યો અકસ્માત, ૩ના મોત

મધ્યપ્રદેશના વિદિશામાં આવેલા સાગર માર્ગ પર નાસિકથી ચિત્રકુટ જતી ગુજરાતની એક બસને અકસ્માત નડ્યો છે, ઘટનામાં ત્રણ લોકોનાં મોત થયાનું પ્રાથમિક વિગતમાં બહાર આવ્યું છે. જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયાનું કહેવામાં આવી રહ્યું છે. ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે નાસિકથી ચિત્રકુટ જતી ગુજરાતની Gj14Z0197 નંબરની બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

 13 ,  1