રાજકોટની આજી નદીના પૂરમાં ત્રણ યુવકો તણાયા, એકનું માંડ માંડ રેસ્ક્યૂ કરાયું

રાજકોટમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. મેઘરાજાની અવિરત સવારી શરૂ થતા રાજકોટની આજી નદી ગાંડીતૂર બની હતી. માત્ર ચાર કલાકમાં જ છ ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

તો શહેરના જીવાદોરી સમાન આજી-2 ડેમ છલકાતા પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતા, જેના કારણે શહેરમાંથી પસાર થતી આજી નદી ગાંડીતૂર થઇ હતી.

પૂરના ધસમસતા પાણીમાં બે યુવકો તણાયા હોવાની ફરિયાદ મળી છે. નદી કિનારે આવેલા રામનાથ મંદિર પાસે આજીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક યુવક તણાયો હતો. ત્યારે ત્યાં હાજર રહેલા લોકોએ યુવકનું રેસ્ક્યૂ કર્યું હતું.

 39 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી