સાબરડેરીમાં ચેરમેનની વરણી મામલે હાઇકોર્ટમાં ધાબડી દૂધ મંડળીના જયંતીભાઈ દ્વારા પિટિશન દાખલ થયા બાદ બુધવારે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાનાર હતી. પરંતુ વધુ એક મુદત પડતા હવે 2 જુલાઇએ સુનાવણી હાથ ધરાનાર છે.
સાબરડેરીના પેટા કાયદામાં ડેરીની ચૂંટણી ન લડનાર બહારના નિમાયેલ ડિરેક્ટર ચેરમેન બની શકે તેવી જોગવાઇ ન હોવાની દલીલ સાથે ધાબડી દૂધ મંડળીના જેન્તીભાઇ પટેલ દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.
જેમાં ગત 13 જૂનના 26 મીની મુદત પડી હતી. પરંતુ બુધવારે પણ કેસ બોર્ડ પર ન આવતા વધુ એક મુદત પડી છે અને હવે 2 જુલાઇએ સુનાવણી હાથ ધરવામાં આવશે.
42 , 1