રાજ-દેવ-દિલીપસાબ..તુમ્હે ના ભૂલ પાયેગે..! અલવિદા..અલવિદા…!

રંગમંચ પરથી હવે ટ્રેજડી કિંગની પણ ચીર વિદાય…

બોલીવુડ જાણે સાવ ખાલીખમ..બિના ચિડિયા કા સવેરા..

રાજકપૂર શોમેન, દેવાનંદ રોમેન્ટીક અને દીલીપકુમાર ટ્રેજડીકિંગ..

ડાયલોગના બાદશાહ,,ધીમે બોલે પણ લાજવાબ…

અભિનયની એક આખી જીવંત પાઠશાળા સમાન હતા..

મોગલે આઝમમાં-અનારકલી મેરી હૈ ઔર મેરી હી..

(ખાસ અહેવાલ-દિનેશ રાજપૂત)

શોમેન રાજપૂર. રોમેન્ટીક હીરો દેવાનંદ. ટ્રેજડી કિંગ દિલિપકુમાર. ભારતના હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં આ ત્રણ સુપરસ્ટારની બોલબાલા હતી. અને હીમેન તરીકે ધર્મેન્દ્ર…પહેલા શોમેન (1988)..પછી રોમેન્ટીક હીરો (2011) અને હવે ટ્રેજડી કિંગ દીલીપકુમારે 2021માં 98 વર્ષની વયે જીવનના રંગંમંચ પરથી કાયમી એક્ઝીટ લઇ લીધી..! આ અગાઉ તેમને ઘણીવાર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને દર વખતે અખબારોની કચેરીઓમાં અને હવે તો ટીવી યુગમાં તેમના જુના વિડિયો અને તેમના જીવનની રસપ્રદ ખાટીમીઠી વાતો અને જીવન ઝરમર..ના લેખો તૈયાર રખાતા. જે હવે ટીવીમાં રજૂ થયા છે અને અખબારોમાં તેમની ફિલ્મોના ફોટા અને યુસુફખાનમાંથી તેઓ દીલીપકુમાર કઇ રીતે બન્યા તેની વિગતો જોવા મળશે…!

તેમનુ સાચુ નામ યુસુફખાન. ફિલ્મી નામ દીલીપકુમાર.અને શાહરૂખખાનના ખાસ ચહેતા અને માનીતા. આજે બોલીવુડના નાયક નાયિકાઓ પોતાની અટક નામની પાછળ લખાવે છે પણ વર્ષો પહેલા એવુ નહોતું. અક્ષયકુમારનું સાચુ નામ રાજીવ હરિઓમ ભાટિયા છે. જીતેન્દ્રનું સાચુ નામ રવિકપૂર છે. ધર્મેન્દ્રની અટક દેઓલ છે એ તો સન્ની દેઓલ ફિલ્મોમાં આવ્યો ત્યારે સામાન્ય લોકોને જાણ થઇ. ફિલ્મોમાં આવ્યા બાદ તેઓ નવુ નામ ધારણ કરે તેમ યુસુફખાનમાંથી દીલીપકુમાર બન્યા બાદ અભિનયના બાદશાહ એવા આ કલાકારે બોલીવુડમાં એક નવો ઇતિહાસ રચ્યો હતો. ટ્રેજડી કિંગના નામે ચાહકોમાં ઓળખાતા દીલીપસાબની બોલવાની સ્ટાઇલ આગવી અને ઉદાસ ચહેરે એટલુ ધીમેથી બોલે કે આપણે સાંભળવા માટે કાન સરવા કરવા પડે..!

ફિલ્મોમાં 1940ના દૌરમાં તેમની શરૂઆત થઇ અને નયાદૌર સહિત અનેક હીટ ફિલ્મોમાં અભિનયના અજવાળા એવા પાથર્યા કે તેમની તોલે કોઇ ના આવે…! બોલીવુડમાં 3 કલાકોરો રાજકપૂર, દેવાનંદ અને દીલીપસાબનો વર્ષો સુધી પોતાનો આગવો દબદબો.. આન-બાન અને શાન હતી. ત્રણેયની ફિલ્મો એમને અનુરૂપ. એમની સ્ટાઇલ પ્રમાણેની. મોગલે આઝમમાં સલીમની ભૂમિકામાં દીલીપસાબ જ શોભે. તો તીસરી કસમમાં ગાડુ હંકારનાર ગામડાના ભોળા યુવાનની ભૂમિકામાં રાજકપૂર જ શોભે. મહિલાઓ જોઇને મોહી પડે એવુ કદાવર શરીર અને માથાભારે જેવી ભૂમિકામાં જેમ કે ફૂલ ઔર પત્થર ફિલ્મમાં હીમેન તરીકે ધર્મેન્દ્ર જ ચાલે. અડધી રાત્રે પુલ પરથી ચાલુ માલગાડીમાં કૂદકો મારીને માલગાડીના ડબ્બાની ઉપર સીના તાન કે ઉભો રહેનાર ધર્મેન્દ્રને જોઇને તાળીઓ પડે. તેમ સલીમની ભૂમિકા ઉપરાંત દેવદાસની ભૂમિકા, ક્રાંતિ અને સૌદાગરમાં રાજકુમારની સામે દીલીપસાબનો દમદાર અભિનય ચાહકો ક્યારેય નહીં ભૂલે…

રામ ઔર શ્યામમાં ડબલ રોલમાં ભૂમિકા. એક ડરપોક અને એક બિન્દાસ્ત અને કોઇનાથી ડરે નહીં એવી બેવડી ભૂમિકા ભજવીને પૂરવાર કર્યું કે દિલીપકુમાર એટલે દીલીપકુમાર…! . 1940ના દોરમાં ફિલ્મોમાં આગમન અને અનેક હીટ ફિલ્મો, આજની નવી ભાષામાં કહીએ તો બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર દીલીપસાબની 1980ના દાયકામાં આવેલી છેલ્લી ફિલ્મ હતી કિલ્લા. સૌદાગર ઉપરાંત શક્તિ, કર્મામાં પોતાના સમયની નૂતનની સાથે કામ કર્યું. અને ગંગા જમના કઇ રીતે ભૂલાય…ગોપી, સગીના( સાલા મૈ તો સાબ બન ગયા…) બૈરાગી ( સારે શહર મેં આપ સા કોઇ નહીં..કોઇ નહીં..) જેવી ફિલ્મો તેમણે પોતાની પત્ની અને નાયિકા સાયરાબાનુ સાથે કામ કર્યું હતું. ફિલ્મફેર પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ કલાકાર હતા.

આખી ફિલ્મી કરિયરમાં 8 ફિલ્મફેર પુરસ્કાર અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર મળ્યા. અભિનયની એક આખી જીવતી જાગતી પાઠશાળા હતા દીલીપસાબ. દંતકથારૂપ. 1922થી લઇને 2021. લગભગ એખ આખી સદી જ કહી શકાય. ફિલ્મ મધુમતીમાં જંગલ વિસ્તારમાં સામાન્ય કારકૂનની ભૂમિકા ભજવનાર અને સુહાના સફર ઔર યે મૌસમ હસીન…હમે ડર હૈ હમ ખો ન જાયે કહીં….તો ફિલ્મ નયાદૌરમાં ઉડે જબ જબ જુલ્ફે તેરી…અને ફિલ્મ ગોપીમાં ભજન ગીત સુખ કે સબ સાથી દુખ મેં ના કોઇ..મેર રામ મેરે તેરા નામ એક સાચા દુજા ના કોઇ…તો ફિલ્મ સૌદાગરમાં એ રાજુ…ઇમલી કા બુટા બેરી કા પેડ..ઇમલી ખટ્ટી મીઠે બૈર…ઇસ જંગલ કે હમ દો શેર ચલ ઘર જલ્દી હો ગઇ દેર…માં અભિનય લાજવાબ.

તેમના કેટલાક લોકપ્રિય ડાયલોગ…

ફિલ્મ મોગલ એ આઝમમાં જિલ્લે ઇલાહી અકબરને કહે છે-

મેરા દિલ ભી કોઇ હિન્દુસ્તાન નહીં જીસ પર આપ હકૂમત કરે…

તકદીર બદલ જાતી હૈ, જમાના બદલ જાતા હૈ..મુલ્કો કી તારીખ બદલ જાતી હૈ

શહનશાહ બદલ જાતે હૈ મગર ઇસ બદલતી હુઇ દુનિયા મેં

મહોબ્બત જીસ ઇન્સાન કા દામ થામ લેતી હૈ,

વો ઇન્સાન નહીં બદલતા…અનારકલી મેરી હૈ ઔર મેરી હી રહેગી..

ફિલ્મ દેવદાસમાં…

કૌન કમબખ્ત બરદાસ્ત કરને કે લિયે પીતા હૈ

મૈ તો પીતા હું કી સાંસ લે શકું…

ફિલ્મ સૌદાગરમાં..

હક્ક હંમેશા સર ઝુકા કે નહીં

સર ઉઠા કે માંગા જાતા હૈ…

પુરાને ઝખ્મો કો અગર કુરેદોંગે તો

ખૂન કે ફવ્વારે નિકલેંગે રાજેશ્વર…

બંદૂક તેરી ગોલી ભી તેરી દિન તારીખ ભી તેરા

સુબહ બોલે સુબહ શામ બોલે શામ આવાજ દે તુમ

બિરસિંગ તુઝે સામને ખડા મિલેંગા…

ક્રાંતિ ફિલ્મમાં…

કુલ્હાડી મેં લકડી કા દસ્તા ન હોતા

તો લકડી કે કાટને કા રાસ્તા ના હોતા

એક ક્રાંતિ મરેગા તો હજાર ક્રાંતિ પૈદા હોંગે..

ટ્રેજડી કિંગ દિલીપકુમારની ચીર વિદાયથી બોલીવુડમાં હવે કોઇ એવા કલાકારો છે જ નહીં કે જેણે આપબળે પોતાની એક આગવી છાપ બનાવી હોય કે આગવુ સ્થાન બનાવ્યું હોય…શોમેન..રોમેન્ટીક હીરો અને ટ્રેજડી કિંગ…અલવિદા..! .તુમ્હે ના ભૂલ પાયેંગે…વો જબ યાદ આયે..બહોત યાદ આયે….!!

 66 ,  1