મોરવા હડફ પેટાચૂંટણી : મતદાન મથકો પર લાંબી લાઈન, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર

કુલ 329 મતદાન મથકો પર મતદાન

મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન યોજાઈ રહ્યું છે. ભાજપના ઉમેદવાર નિમિષા સુથારે મોરવા હડફના ગોબલી ફળિયા પ્રાથમિક શાળાના મતદાન બુથ પરથી મતદાન કર્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં યોજાઈ રહેલ આ પેટાચૂંટણીમાં મતદાન માટે જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા બુથોમાં મતદારોની લાઈનો જોવા મળી છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા કોવિડ19નો ગાઈડલાઈન અનુસાર જ મતદારોને મતદાન કરવા દેવામાં આવી રહ્યું છે.

કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારાએ મતદાન કર્યુ છે. સાગવાડા ગામની કસુંબલ ડુંગર ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે તેમણે મતદાન કર્યુ છે.  મોરવા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે. કુલ ૩૨૯ મતદાન મથકો પર વોટિંગ યોજાઈ રહ્યું છે.

અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ છે. ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા નિમિષાબેન સુથારને ટિકીટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે પાયાના જમીની કાર્યકર એવા સુરેશ કટારાને મેદાને ઉતાર્યા છે. ત્યારે સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈન જોવા મળી રહી છે. કોરોના કહેર વચ્ચે પણ લોકો મતદાન કરવા પહોંચી રહ્યાં છે. 

કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહેલ પેટા ચૂંટણીને લઇ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરાઈ છે. દરેક મતદાન મથકોના કર્મચારીઓને ખાસ કોવિડ કીટ આપવામાં આવી છે. થર્મલ ગન, હેન્ડ સેનેટાઇઝર, હેન્ડ ગ્લોવ્ઝ, ફેસ શિલ્ડ, પીપીઈ કીટ સહિતની સામગ્રી આપવામાં આવી હતી. ચૂંટણી કર્મચારીઓને કોવિડને કારણે વિશેષ વ્યવસ્થા અપાઈ છે. 

મોરવા હડફ સરકારી કોલેજ ખાતેથી બંદોબસ્તની ફાળવણી કરાઈ છે. જેમાં 2 ડીવાયએસપી, 6 પીઆઈ, 6 પીએસઆઈ, ૩ એસઆરપી ટુકડી, 1 સીઆઈએફની કંપની, પોલીસ જવાનો અને હોમગાર્ડના જવાનો મળી કુલ એક હજાર સુરક્ષા કર્મીઓ ફરજ બજાવશે. કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહેલ પેટાચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. 

 56 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર