September 19, 2021
September 19, 2021

ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં માતા અને દીકરીનું મોત

 ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી

ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી જેમાં એક કાર ચાલકે સ્કૂટર પર સવાર થઈને જતા પરિવારને અડફેટે લેતા એક મહિલા અને દીકરીનું મોત નિપજ્યું હતું જ્યારે પુત્રનો આબાદ બચાવ થયો હતો. તો બીજી તરફ હિટ એન્ડ રન બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

શાહીબાગ ખાતે રહેતા યોગીનીબેન મહેશભાઈ ત્રિવેદી (ઉંમરઃ 47) અને તેમની દીકરી જૈમીની (ઉ. 21) તથા પુત્ર રાહુલ એક્ટીવા લઈને તેમના સંબંધીના ઘરે ગાંધીનગર આવ્યા હતા. યોગિનીબેનનાં પતિનું આશરે એક વર્ષ અગાઉ અવસાન થઈ ચૂક્યું છે.

જૈમિનિ હાલ UPSCની પરીક્ષાની તૈયારીઓ કરતી હતી. જન્માષ્ટમીનો તહેવાર તેમજ જૈમિનિના પરીક્ષાનું મટિરિયલ લેવાનું હોવાથી ગાંધીનગરમાં રહેતા ફોઇનાં ઘરે માતા યોગિનીબેન તેમજ ભાઈ રાહુલ સાથે એક્ટિવા લઈને આવી હતી અને રાત્રીના સમયે માતા-દીકરી અને ભાઈ ઘરે પરત જઈ રહ્યા હતા. કારનો ચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. 

 51 ,  1