રાજકોટમાં 2 બાળકોની હત્યા બાદ માતાએ કર્યો આપઘાત

કુવાડવા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

રાજકોટના નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના સામે આવતાં નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 28 વર્ષીય પરણીતાએ બે માસૂમ બાળકો સાથે આત્મવિલોપન કરી લીધું હોવાનું સામે આવ્યું છે. ગૃહક્લેશમાં માતાએ પોતાના સંતાનો સાથે સળગીને આપઘાત કરી લીધો છે. 

આપઘાત કરનાર યુવતીના  પતિએ કહ્યું મારે ક્યારેય બોલાચાલી થઈ નથી. મારી માતાને એકવાર બોલાચાલી થઈ હતી. વહેલી સવારે સમગ્ર ઘટના બની. DCP સહિતના પોલીસે અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે, રાજકોટ કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડીમાં સામુહિક આપઘાતની ઘટના બની છે. 28 વર્ષની દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના બે બાળકો ધવલ અને મોહિત સાથે આત્મહત્યા કરી લીધી છે. આપઘાતને પગલે પરિવાર અને ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ગૃહકલેશને કારણે પગલુ ભર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે.

 64 ,  9 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી