જનેતાએ જ માસુમ પુત્રની હત્યા બાદ ફાંસો ખાઇ મોતને કર્યું વહાલું

સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટનાએ મચાવી ચકચાર

સુરતમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં રાંદેર ઉગત રોડ વિસ્તારમાં જનેતાએ જ માસૂમ ત્રણ વર્ષ પુત્રની હત્યા કર્યા બાદ માતાએ ગળાફાંસો ખાઈ લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાએ ઘર કંકાસમાં અંતિમ આકરું પગલું ભર્યું હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બીજી બીજુ સ્થળ પરથી સુસાઈડ નોટ મળી આવી છે.

આ બનાવની માહિતી પ્રમાણે સુરત શહેરમાં રાંદેર ઉગત રોડ વિસ્તારમાં સગી માતાએ ત્રણ વર્ષ પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ જનેતાએ પોતે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. પતિથી અલગ રહેતી મહિલાએ ઘર કંકાસમાં આકરું પગલું ભર્યું હોવાની હાલ તો ચર્ચાઓ ચાલી રહી છે. મહિલાએ લખેલી એક સુસાઈડ નોટ સામે આવી છે.

પતિના અફેર અંગે સુસાઈડ નોટમાં ઉલ્લેખ
રાંદેર ઉગત રોડ વિસ્તારમાં રહેતી માતાએ પોતાના જ ત્રણ વર્ષના દીકરાની ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. મહિલાએ લખેલી એક સુસાઈડ નોટ સામે આવી છે. સુસાઈડ નોટ પ્રમાણે, આપઘાત કરનાર મહિલા તેના પતિ સતિષના અફેર અંગે જાણતી હતી. જ્યારે પતિને સપોર્ટ કરતી માતા સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

સુસાઈડ નોટમાં પતિ અંગે શું લખ્યું?
કાશ સતીશ તું સમજતે, તારી મા પણ સમજતે. મને અને રીશુંને તારી બહુ જરૂર હતી. તું અને ભાવના પણ ક્યારે નહીં સુધરો અને તમને સપોર્ટ કરવાવાળી તારી મા, મારું ઘર તોડવાવાળી તારી મા. જો ઘર કરાવવાનું જ નહીં હોય, તો તારી માએ લગ્ન શું કામ કરાવ્યા. શુ કામ મારી જિંદગી બરબાદ કરી. ભાવના સાથે તારું અફેર હતું મને ખબર પડી એ જ દિવસે હું આત્માહત્યા કરવાની હતી પણ મા-બાપના વિચારે હું અટકી જતી. હું ભાવનાથી અને તારી માથી બહુ જ નફરત કરું છું. મારું ઘર તોડી નાખ્યું તારે માએ.

મારો હીરો મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો, મારું ઢીંગલું I LOVE You So Much Rishu. એ જીવતે તો એની જિંદગી બરબાદ થઈ જતે. મારા હાથ ખૂબ જ ધ્રુજતા હતા. મારા ઢીંગલાને મારતા હું બહુ રડતી હતી. મારો દિલનો ટુકડો, મારી જાન મારો રીશું, સોરી દીકરા આવી રીતે તને મારવા માટે.

 128 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી