September 25, 2020
September 25, 2020

સુરત : માતાએ ત્રણ વર્ષની દીકરી સાથે પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી કર્યો આપઘાત

માતા અને માસુમ પુત્રીને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે મોત

સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. એક માતાએ ત્રણ વર્ષની દકીરી સાથે આપઘાત કર્યો છે. દીકરી સાથે માતાએ પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી હતી. જો કે ઘટનાસ્થળે બંન્નેના મોત નિપજ્યા હતા.

આત્મહત્યા કરનાર મહિલાનું નામ કોમલ સોમાની (ઉંમર 30 વર્ષ) છે. તેના પતિનું નામ આશિષ સોમાની છે. કોમલ સોમાનીએ કયા કારણોસર 3 વર્ષની દીકરી મિષ્ટી સાથે આત્મહત્યાનું પગલુ ભર્યું તે અંગે તપાસ થઈ રહી છે.

મૂળ હરિયાણાના ભિવાનીના વતની હાલ પરવત પાટિયા સ્થિત રૂદ્રમણી એપાર્ટમેન્ટમાં રહેતા આશિષ દેવેન્દ્ર સોમાણી ટેક્ષટાઇલ માર્કેટમાં સાડી – ડ્રેસ પેકિંગ બોક્ષના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આશિષના પાંચ વર્ષ અગાઉ 32 વર્ષિય કોમલ નામની યુવતી સાથે લગ્ન થયા હતા.

લગ્નજીવન દરમિયાન કોમલે ત્રણ વર્ષિય પુત્રી મિષ્ટીને જન્મ આપ્યો હતો. દરમિયાન ગઇકાલે બપોરે સાડા ત્રણ કલાકના અરસામાં કોમલે તેની ત્રણ વર્ષિય પુત્રિ મિષ્ટી સાથે રૂદ્રમણી એપાર્ટમેન્ટના પાંચમા માળની અગાસી ઉપરથી નીચે છલાંગ લગાવી હતી. માતા અને માસુમ પુત્રી સાથે નીચે પડતાં બંનેના માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે કરૂણ મોત નિપજયા હતા.

બનાવની જાણ થતાં એપાર્ટમેન્ટના રહીશોએ બુમાબુમ કરતા તેના પરિવારજનો, પિયર પક્ષ અને પુણા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કોમલના સગા મામા મહેશએ આક્ષેપ કર્યો છે કે જયારથી કોમલના લગ્ન થયા ત્યારથી તેના સાસુ અને સસરા બંને ખુબ જ ત્રાસ આપતાં હતા, જયારે તેના પતિ આશિષને જુદા થવા માટે પણ સમજાવ્યો હતો. અંતે માનસિક ત્રાસના કારણથી કંટાળી જઇને કોમલ એ આજે તેની પુત્રી સાથે કુદી પડી જીવન ટુંકાવી દીધુ હતુ. પુણા પોલીસે માતા પુત્રીના મૃતદેહના સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવીને વધુ તપાસ આદરી છે.

 111 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર