પુત્રીની હત્યા કરનાર માતા, પ્રેમીને ફાંસી…

સુરેન્દ્રનગરના ધામા ગામની ઘટના

પ્રેમસંબંધ વિશે જાણ થતાં દિકરીને ઉતારી દીધી હતી મોતને ઘાટ

સુરેન્દ્રનગરનાં પાટડી તાલુકાના ધામા ગામે હત્યા કેસના બે આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે ધામા ગામે માતા અને પ્રેમીએ સાથે મળીને પુત્રીની હત્યા કરી હતી. માતાએ પ્રેમી સાથે ભાગી જવાનો ઘડાયેલો પ્લાન દિકરી જાણી ગઇ હતી. દિકરીએ કીધુ કે હું પપ્પાને કઇ દઇશ, ને માં એ ઠંડા કલેજે પકડી રાખી પ્રેમીએ દિકરીનું ગળું કાપી નાખ્યું હતું. ઘટના બાદ ઝીંઝુવાડા પોલિસે માતા અને માળીયાથી પ્રેમીની અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં આ કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી જતા ધ્રાંગધ્રા કોર્ટે પ્રેમી અને માતાને દિકરીની હત્યા કેસમાં કસૂરવાર ઠેરવી ફાંસીની સજા સંભાળાવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર બનાવની વિસ્તૃત વિગત મુજબ પાટડી તાલુકાના ધામા ગામમાં રહેતા કંકુબેન પાનવેચા અને ઉમંગ ઠક્કર નામના યુવકને પ્રેમસંબંધ પાંગર્યો હતો. બંનેએ ગામમાંથી ભાગી જવાનું નક્કી કર્યું હતું. જોકે માતા કંકુબેન આ વાત ફોન પર કરી રહ્યા હતા ત્યારે જ તેમની દીકરી સોનલ ઉર્ફે કિંજલે સાંભળી જતા તેણે પોતાની માતા કંકુબેનને આ વાત પપ્પાને કહીં દેવાનું જણાવતા કંકુબેને પોતાના પ્રેમી ઉમંગ ઠક્કર સાથે મળી એમના પ્રેમમાં ભંગ પડાવતી દીકરી સોનલનું કાસળ કાઢી નાખવાનું પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ ૧૧ જુલાઇ ૨૦૧૮ની સવારે કંકુબેન પોતાની દીકરી સોનલને લઇને ઉમંગ ઠક્કરના ઘેર આવ્યા હતા અને ઘરના અંદરના રૂમમાં દીકરી સોનલને લઈ ગયા બાદ માતાએ પકડી રાખી હતી અને નિર્દયી બનેલા પ્રેમી ઉમંગ ઠક્કરે પોતાની પાસે રાખેલી છરી વડે સોનલના પેટમાં છરીના પાંચ ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા હતા આટલેથી ન અટકી ઉમંગ ઠક્કરે સોનલના ગળ‍ા પર છરી ફેરવી પાંચથી છ ઇંચનો ઊંડો ચેકો મારી દીધો હતો અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો. જ્યારે કંકુબેન દીકરી સોનલને લોહીલુહાણ હાલતમાં જ મુકીને કંઈ જ ન બન્યુ હોય તેમ પોતાના ઘેર જઇ રસોઇકામમાં લાગી ગઇ હતી. બનાવ વખતે ઉમંગના અપંગ માતા ઘરના ફળિયામાં વાસણ ધોઈ રહ્યા હતા. તેમને જાણ થતાં તેઓએ રૂમમાં જઈ જોયું તો સોનલ મૃત હાલતમાં પડી હતી. તેમને તેમના પતિ લલિતભાઈને જાણ કરી હતી અને આ વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતા ગ્રામજનો પણ બનાવ સ્થળે એકત્ર થયા હતા અને પોલીસને જાણ કરાઈ હતી.

બાદમાં પોલીસે હત્યા કરીને નાસી છુટેલા આરોપી ઉમંગ ઠક્કરને ગણતરીના કલાકોમાં જ માળીયાથી ઝડપી લઈ છરી કબ્જે કરી હતી અને માતા કંકુબેનની પણ અટક કરી હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. બાદમાં આ કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી જતાં ધ્રાંગધ્રા કોર્ટે તમામ દલીલો સાંભળી પ્રેમી અને માતાને દીકરીની હત્યાકેસમાં કસૂરવાર ઠેરવી ફાંસીની સજા સંભાળાવી છે.

 58 ,  2