મોદી સરકારનો વાહનચાલકોને ઝટકો, મોટર વ્હિકલ 2019 બિલ રાજ્યસભામાં પાસ

લોકસભામાં પસાર કરાયા બાદ નવું મોટર વ્હીકલ સુધારા બિલ રાજ્યસભામાં પણ પાસ થયું. આ બિલમાં નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો પર ભારે ભરખમ દંડની જોગવાઇ છે. સરકારનો દાવો છે કે વધુ દંડની રકમના કારણે લોકો નિયમો ભંગ કરવાથી દૂર રહેશે.

વર્તમાન કાયદામાં હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પર 25000 રૂપિયાનું વળતર મળે છે. આ વળતર વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. ઘાયલ થવાની સ્થિતિમાં પહેલા 12,500 રૂપિયા વળતર હતું જે વધારીને 50 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે.

બીલમાં કરવામાં આવેલી જોગવાઈ નીચે પ્રમાણે છે…

  • લાઇસન્સ વગર ડ્રાઇવીંગ કરવા પર પેનાલ્ટીને 500 રૂપિયાથી વધારીને 5000 કરવામાં આવી છે.
  • દારૂ પીને વાહન ચલાવનારને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવશે.
  • જો કોઇ વાહન ચાલક હેલમેટ વગર વાહન ચલાવશે તો તેની પાસેથી 1,000 રૂપિયાનો દંડ વસુલાશે. સાથે જ તેનું ડ્રાઇવિંગ લાયસન્સ ત્રણ મહિના સુધી જપ્ત થઇ શકે છે.
  • ઓવર સ્પિડિંગના કેસમાં વાહન ચાલક પાસેથી 500ના બદલે હવે 5000 રૂપિયાનો દંડ વસુલાશે.
  • જો વાહન ચાલકે સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો તેને રૂ.100ના બદલે 1000નો દંડ ભારવાનો રહેશે.
  • જો વાહનનું ઇન્સ્યોરન્સ પતી ગયું હોય અને કોઇ ડ્રાઇવીંગ કરતો પકડાશે તો રૂ.2000નો દંડ લાગશે.
  • જો ડ્રાઇવર રેસીંગ કરતો જણાશે તો 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
  • ટ્રાફિક વાયોલેશન પર મિનિમમ દંડ 100 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરવામાં આવ્યો છે.
  • ઇમરજન્સી વાહનોને જગ્યા ન આપવા પર 10 હજાર રૂપિયાનો દંડ લગાશે. પહેલા આ દંડની જોગાવાઇ હતી નહીં.

 32 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી