September 26, 2020
September 26, 2020

CM શિવરાજસિંહ ચૌહાણને થયો કોરોના, સંપર્કમાં આવેલા લોકોને ક્વોરૅન્ટીન થવા કર્યું સુચિત

મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણનો કોરોના પોઝિટિવ આવ્યો, સાથીદારોને ક્વોરૅન્ટીન થવા કહ્યું

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શિવરાજ સિંહે ખુદ આ અંગે જાણકારી આપી છે તેમણે કહ્યું, મને કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા, રિપોર્ટ કરાવતા પોઝિટીવ આવ્યો છે. વધુમાંં શિવરાજસિંહે પોતાના સંપર્કમાં આવેલા દરેકને સેલ્ફ ક્વોરૅન્ટીન થઈ જવા સુચિત કર્યું છે.

જણાવી દઇએ, ગઈકાલે દિવસ દરમિયાન તેઓ કેબિનેટના ત્રણેક મંત્રીઓ ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. મોડી સાંજે ખેડૂતોના એક ડેલિગેશન સાથે તેમની મીટિંગ હતી, પરંતુ એ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવી હતી.

કોરોના પોઝિટીવ આવ્યા બાદ સીએમ શિવરાજ સિંહે કહ્યું, ડરવાની જરૂર નથી, સમયસર સારવાર મળશે તો કોરોનાને હરાવીશું.

 86 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર