September 21, 2020
September 21, 2020

ખાતરની અછતને લઇ સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય રસાયણ પ્રધાનને પત્ર લખ્યો

ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે : મનસુખ વસાવા

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખાતરની અછત સર્જાઇ છે. જેના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ત્યારે આ મામલે સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોના વ્હારે આવ્યા છે. અને કેન્દ્રીય રસાયણ પ્રધાનને પત્ર પણ લખ્યો છે. પત્રમાં મનસુખ વસાવાએ જણાવ્યું છે કે, ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખાતરની અછત છે જેના કારણે ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. ખેડૂતોએ ખાતર માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાનો વારો આવે છે. તેમાં પણ ખાસ કરીને યુરિયા ખાતર તો મળી જ નથી રહ્યુ. આ અંગેની અનેકવાર ફરિયાદો પણ મળી આવી છે. તેથી મનસુખ વસાવાએ કેન્દ્રીય રસાયણ પ્રધાનને પત્ર લખીને માગ કરી છે કે, ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે.

ભરૂચ જિલ્લામાં તો ખાસ ખેડૂતોને ખાતર ન મળતા હાલાકી થઇ રહી છે. ખાતર ડેપો ઉપર યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ન ફાળવાતા ખાતર માટે મંડળીઓ ઉપર ખેડૂતોની લાંબી કતાર થઇ જાય છે. કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ ઘણીવાર તો ખાતર મળતું નથી. 60થી 70 ટકા બિનપિયત ખેતી ખેતીલાયક વરસાદથી સારી થવાની આશા છે પરંતુ છોડ માટે જરૂરી પોષણ એવું ખાતર ન મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે.. એટલું જ નહિં જરૂરી પોષણ નહીં મળે તો પાકને નુકસાન થશે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે.

 78 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર