MP : પોલીસ હેડ કોન્સ્ટેબલના ઘરે દરોડો પાડીને કરોડોની બેનામી સંપત્તિનો પર્દાફાશ

કરોડપતિ કોન્સ્ટેબલ!, 4.39 કરોડની સંપત્તિ, 14 ગાડીઓ અને ફાર્મ હાઉસનો માલિક

મધ્ય પ્રદેશમાં મંગળવારે એન્ટી કરપન્શન ઓથોરિટીએ એક પોલીસ કોન્સ્ટેબલના ઘરે દરોડા પાડીને કરોડની બેનામી સંપત્તિનો પર્દાફાશ કર્યો છે. પોલીસને માહિતી મળી હતી કે જબલપુરના હેડ કોન્સ્ટેબલ પાસે અપ્રમાણસર સંપત્તિ છે. જે બાદ લોકાયુકત પોલીસે જબલપુરના તિલવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સચ્ચિદાનંદ સિંહના ઘર અને ફાર્મહાઉસ પર દરોડા પાડ્યા હતા.

મધ્યપ્રદેશ પોલીસના કોન્સ્ટેબલ સચ્ચિદાનંદ સિંહના ઘર પર પાડેલી રેડ દરમિયાન એન્ટી કરપ્શન અધિકારીઓની પણ આ કોન્સ્ટેબલની સંપત્તિ જોઈને આંખો ફાટી ગઈ હતી. કાર્યવાહી દરમિયાન અધિકારીઓને આ કોન્સ્ટેબલ પાસેથી 4.39 કરોડ રૂપિયાની મિલકત અને 14 ગાડીઓ મળી આવી છે.

અધિકારીઓએ કહ્યુ હતુ કે, 4.39 કરોડની સંપત્તિ, ફાર્મ હાઉસ, ખેતીની જમીન તેમજ બીજો સામાન મળ્યો છે અને આગળ કાર્યવાહી થઈ રહી છે.

આ પહેલા પણ આ જ રાજ્યમાં સહાયક સમિતિના એડમિનિસ્ટ્રેટરના ઘરે દરોડો પાડવામાં આવ્યો હત્યારે કરોડો રૂપિયાની સંપત્તિ મળી હતી. એડમિનિસ્ટ્રેટરનો પગાર માત્ર 12000 રૂપિયા છે.

 19 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી