September 22, 2020
September 22, 2020

RBI ગવર્નરની અધ્યક્ષતામાં મળશે MPCની બેઠક, હોમ અને ઓટોલોન થઈ શકે છે સસ્તી RBI ઘટાડી શકે છે વ્યાજદર

કોરોના સંકટ સામે ઝઝૂમી રહેલી દેશની અર્થવ્યવસ્થાને બચાવવા માટે ભારતીય રિઝર્વ બેન્ક RBI બેંકોના વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે. જાણકારોના મત મુજબ આગામી આર્થિક નીતિ સમીક્ષામાં આરબીઆઇ પ્રમુખ નીતિગત દરમાં 0.25 %નો ઘટાડો કરવામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની અધ્યક્ષતામાં આર્થિક નીતિ સમિતિ (MPC)ની ત્રણ દિવસ ચાલનારી બેઠક 4 ઓગસ્ટથી શરૂ થઇ રહી છે અને 6 ઓગસ્ટના રોજ આ અંગે જાહેરાત કરવામાં આવશે

કોરોના વાયરસ મહામારીના પ્રકોપ વચ્ચે અર્થવ્યવસ્થાને થનારા નુકશાન અને લોકડાઉનની અસરને માર્યાદિત કરવા મારે રિઝર્વ બેન્ક સતત પગલાંઓ ભરી રહી છે. આ પહેલા એમપીસીની બેઠક માર્ચ અને મેં મહિનામાં થઇ ચુકી છે. જેમાં નીતિગત રેપો રેટમાં કુલ 1.15 %નો ઘટાડો કરવામાં આવ્યો છે.ખાદ્ય વસ્તુઓની કિંમતોમાં હમણાં આવેલી તેજી, ખાસ કરીને માણસ, માછલી, અનાજ અને દાળને કારણે ગ્રાહક મૂલ્ય સૂચકાંક આધારિત પ્રચ્છન્ન મોંઘવારી જૂનમાં વધીને 6.09 થઇ ગઈ હતી.

એટલે હવે મોંઘવારી આરબીઆઇના સુવિધાસ્તરની બહાર નીકળી ગઈ છે.ઈકરાના પ્રમુખ ઈકોનોમિસ્ટ અદિતિ નાયરએ જણાવ્યું કે, “અમે રેપો રેટમાં 0.25 % અને રિવર્સ રેપો રેટમાં 0.35 % ઘટાડો થવાની આશા સેવી રહ્યા છે. તેમને વધુમા જણાવ્યું, “જોકે હાલ, મોંઘવારી એમપીસીના લક્ષિત 2-6 % સ્તરને વટાવી ગઈ છે. પરંતુ, તેના ઓગસ્ટ 2020 સુધી આ સ્તરમાં પાછા આવવાની અપેક્ષા છે. તો સાથે સાથે આ જ પ્રકારનો મત વ્યક્ત કરતા યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રાજકિરણ રાયએ જણાવ્યું કે 0.25 % ઘટાડાની સંભાવના છે અથવા દર યથાવત રાખવામાં આવી શકે,

 71 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર