દહેગામ : કનીપુર ખાતે સેવાસેતુના કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત

એક જ દિવસમાં 3000થી વધુ અરજીઓનો નિકાલ, 32 લાખના કામો મંજૂર

દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે અમદાવાદના પૂર્વ વિસ્તારના સાંસદ હસમુખ પટેલ અને દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં દહેગામ તાલુકાના કનીપુરમાં ચાર ગામોનો સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કમાલબંધ વાસણા,શીયાપુર,મીરાપુરના અરજદારોએને 6 હજાર રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાસેતુના આ કાર્યક્રમમાં જિલ્લા તંત્ર દ્વારા એક જ દિવસમાં 3477 અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને આવકના દાખલા તેમજ નાના બાળકોના આધારકાર્ડ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આદર્શ ગામ તરીકે દત્તક લીધા બાદ ખસ્તાહાલ બની ગયેલા કનીપુરમાં ચાલી રહેલા વિકાસના કામો અંગેની વિગતો સંસદસભ્ય દ્વારા વિગતો આપવામાં આવી હતી. હાલમાં 32 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

સાંસદે ઉજ્જવલા યોજના, મનરેગા,આયુષ્માન ભારત, વહાલી દિકરી, મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના મંજૂરી પત્રો,યુજીવીસીએલ યોજના તેમજ મુખ્યમંત્રી બાળસેવા યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો વિતરણ કર્યા હતા.

જનસેવા કાર્યોમાં સૌથી વધુ બાળકોના તથા મહિલાઓના આધારકાર્ડ માટે લાંભી લાઈનો જોવા મળી હતી. વેક્સિનેશન તેમજ મેડીકલ કેમ્પનો પણ લાભ લોકોએ લીધો હતો. રેશનકાર્ડ, આવકના દાખલા, જાતિના દાખલા તેમજ વિધવા સહાયની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. પશુ તબીબી દ્વારા ગામમાં ઘરે ઘરે જઈને પશુ સારવાર તેમજ ચકાસણી કરાઈ હતી. સેવાસેતુના કારણે કનીપુરમાં લોકમેળા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રધાનમંત્રીના જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે આ કાર્યક્રમ યોજાયો હતો. જેનું સંસદસભ્ય અને ધારાસભ્યે હાજર રહી નિરિક્ષણ કર્યું હતું.

 23 ,  2 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી