September 18, 2020
September 18, 2020

‘મૈં પલ દો પલ કા શાયર હું, પલ દો પલ મેરી કહાની હૈ…’ સવાઇ ગયો ‘માહી’નો આ અંદાજ

‘કોઈ પૂછે તો બતા દેના એક બંદા થા, જો સ્ટમ્પ કે પીછે સે મેચ પલટ દેતા થા..’

ગઈકાલે સાંજે ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે કે ‘તમારા બધાના પ્રેમ અને સમર્થન બદલ આભાર. 7:29 મિનિટ પર આપ એમ સમજો કે હું નિવૃત થઇ ગયો છું. (Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired) અત્રે ઉલ્લેખનીય છે કે ધોનીએ ન્યૂઝિલેંડ વિરૂદ્ધ વર્લ્ડકપ 2019ની સેમીફાઇનલ મેચ બાદ એકપણ આંતરરાષ્ટ્રીય મુકાબલો રમ્યા નથી.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની વિશ્વના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોમાં ગણતરી થાય છે. ધોનીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શ્રેષ્ઠ ફિનિશર માનવામાં આવે છે. ધોનીએ અત્યાર ઘણી વાર પોતાના પ્રદર્શનથી ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા અદા કરી છે. ક્યારેક સ્ટમ્પની પાછળ તો ક્યારેક બેટની મદદથી તેણે પુરવાર કરી દીધું છે કે તે શ્રેષ્ઠ ફિનિશર છે.

આ સિવાય મેચ જીતાડનારી ઇનિંગ્સ રમ્યા બાદ ધોની અણનમ પેવેલિયન પરત ફર્યો છે. ‘કેપ્ટન કૂલ’ વન-ડે ક્રિકેટના બીજા દાવમાં બેટિંગ કરતી વખતે સૌથી વધારે વખત અણનમ પેવેલિયન પરત ફરનારો બેટ્સમેન છે.

મહેન્દ્રસિંહ ધોનીએ 2004માં તેની વન-ડે ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેણે અત્યાર સુધી 350 વન-ડે મેચ રમી છે. આ મેચમાં ધોનીએ 50થી વધુની સરેરાશથી 10,773 રન બનાવ્યા છે. આ દરમિયાન ધોની વન-ડે મેચની બીજી ઇનિંગ્સમાં અણનમ રહીને 50 વખત પેવેલિયનમાં પાછો ફર્યો છે, જે વિશ્વના અન્ય ખેલાડીઓ કરતા સૌથી  વધારે છે. આ જ કારણે વન-ડે ક્રિકેટની બીજી ઇનિંગ્સમાં સૌથી વધુ વખત અણનમ રહેનારા બેટ્સમેનની યાદીમાં મહેન્દ્રસિંહ ધોની પ્રથમ ક્રમે છે.

ધોનીએ 23 ડિસેમ્બર, 2004માં બાંગ્લાદેશ સામે (વન ડે) પ્રથમ મેચ રમી હતી. જ્યારે 2 ડિસેમ્બર, 2005માં શ્રીલંકા સામે ટેસ્ટ ક્રિકેટ અને 1 ડિસેમ્બર, 2006માં સાઉથ આફ્રિકા સામે ટી-20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે.

ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે.ભારતને 2007નો ટી-20 વર્લ્ડકપ જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે.

ફુટબોલની ટીમનો ગોલકીપર હતો ધોની

ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ ખાતે થયો હતો. તેના પિતાનુ નામ પાનસિંઘ છે. તેને જયાંતી ગુપ્તા નામે એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામે એક ભાઇ છે. તેણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ. તેને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. તે તેની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. 

તેણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો. તેના પ્રદર્શનના આધારે તેને ૧૯૯૭-૯૮ માં વિનુ માંકડ ટ્રોફી માટે પસંદ કરવામાં આવ્યો હતો.

 165 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર