September 26, 2022
September 26, 2022

38 વર્ષના થયા મહેન્દ્ર સિંહ ધોની, ICCએ આપી આ શાનદાર ગિફ્ટ, જુઓ વીડિયો

ભારતના દિગગ્જ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. શ્રીલંકાની વિરુદ્ધ વર્લ્ડ કપ લીગની મેચમાં જીતની સાથે જ પત્ની સાક્ષી, દીકરી જીવા અને મિત્રોએ ધોનીના બર્થડેની ઉજવણી કરી હતી. સાક્ષીએ સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં ધોની જીવાની સાથે કેપ કાપતો જોવ મળી રહ્યો છે.

આ પ્રસંગે હાર્દિક પંડ્યાએ પણ એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં ધોની અને પંડ્યા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

તો આઇસીસીએ પણ ધોની માટે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં અલગ-અલગ ખેલાડીઓએ લઇને પોતાના વિચારો રજૂ કર્યા છે.

આઇસીસીએ ધોનીને એવું નામ ગણાવ્યું છે, જેણે ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી દીધો. આઇસીસીએ કહ્યું છે કે ધોની માત્ર એક નામ નથી, પરંતુ એક વારસો, એક પ્રેરણા છે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ધોની વિશે તમે જે બહારથી જુઓ છો, તે અંદરથી બિલકુલ અલગ છે. મુશ્કેલ સમયમાં શાંત રહેવું અને ધૈર્ય કાયમ રાખવું તેમની સૌથી મોટી તાકાત છે. તે દબાણની ક્ષણોમાં સારા નિર્ણય એટલા માટે લઈ શકે છે કારણ કે તે પોતાને શાંત રાખે છે, જેનાથી તેમને એવો નિર્ણય લેવામાં મદદ મળે છે. તેમની પાસેથી શીખવાનું ઘણું બધું છે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે કહ્યું કે 2016માં જ્યારે ટીમ ઈન્ડિયામાં મારી પસંદગી થઈ તો ધોની મારા કેપ્ટન હતા. તેઓ મારા માટે ખૂબ જ સુખદ વાત હતી કે જ્યારે પણ મને કોઈ પ્રકારની મૂંઝવણ હોય તો ધોની પાસે જતો હતો. તેઓ ઘણા મદદગાર છે.

મહેન્દ્ર સિંહ ધોની એક એવો કેપ્ટન છે, જેણે આઇસીસીની ત્રણેય મોટી ટ્રોફી પર કબ્જો જમાવ્યો છે. ધોનીની કેપ્ટનશીપમાં આઇસીસી વર્લ્ડ ટી-20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (2013)નો ખિતાબ જીતી ચૂકયા છે.

ડિસેમ્બર 2014મા ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક સંન્યાસની જાહેરાત કરી દીધી. વિદેશમાં અચાનક સંન્યાસ લીધો એવામાં વિરાટ કોહલીને તરત કેપ્ટનશીપ સોંપી દેવાઇ. એમએસ ધોની દુનિયામાં સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર રહ્યા છે. ટેસ્ટમાંથી સંન્યાસ લેતા પહેલાં તેની સરેરાશ આવત 150 થી 190 કરોડ રૂપિયા વાર્ષિક હતી, જો કે તેમાં હજુ પણ ખાસ ઘટાડો થયો નથી.

 30 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી