September 23, 2021
September 23, 2021

…જો તમે પણ ધોનીના ફેન છો?, તો આ રેસ્ટોરામાં ફ્રીમાં પેટભરીને જમી શકશો

પોતાના સ્ટાર પ્લેયર માટે ફેન્સ કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. શિયાળો, ગરમી કે વરસાદ… ગમે તેવું વાતાવરણ હોય તેમને કોઈ ફરક પડતો નથી.

ધોનીના ફેન શંભુ પ્રશ્ચિમ બંગાળના અલીપુદ્વાર જિલ્લામાં એક રેસ્ટોરાં ચલાવે છે. જેનું નામ ‘MSધોની રેસ્ટોરાં’ છે. આ રેસ્ટોરાની ખાસ વાત છે કે 32 વર્ષના શંભુ ધોનીના ફેન્સને મફતનું જમવાનું આપે છે.

શંભૂએ કહ્યું કે આ દૂર્ગા પૂજાએ બે વર્ષ પૂરા થશે. અહીં દરેક આ સ્થાનને ઓળખે છે, લોકો અહીં ખાવા માટે આવે છે. તમે કોઈને પણ ધોનીની હોટલ વિશે પુછી લો. તમે અહીં આવી જ જશો.

શંભૂને જ્યારે ધોની સાથે લગાવ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે તેના જેવો કોઈ નથી. હું જ્યારે બાળક હતો ત્યારથી તેને પસંદ કરું છું. તે જે રીતે ક્રિકેટ રમે છે તેનાથી ખબર પડે છે કે લિજેન્ડ કેવી રીતે બની શકાય. તે મારા માટે પ્રેરણા છે.

શંભુએ બે એપ્રિલ 2011 (વર્લ્ડ કપ ફાઈનલ)ને યાદ કરતાં કહ્યું કે, હું તે સમયે ચાની દુકાન ચલાવતો હતો. તેનું કોઇ નામ ન હતુ પરંતુ ધોનીનું પોસ્ટર લગાવતો. મને તેના લાંબા વાળ પસંદ હતા. મને યાદ છે કે વર્લ્ડ કપ 2011ની ફાઇનલ મેચ મારા મિત્રો સાથે ચાની દુકાન પર જોઇ હતી. હું તે રાત ક્યારેય નહી ભૂલી શકુ.

શંભૂના આ નાના રેસ્ટોરન્ટમાં ખાસ કરીને બંગાળી ભોજન જ મળે છે. રેસ્ટોરન્ટમાં દરેક જગ્યા પર ધોનીના પોસ્ટર છે. તેમણે જણાવ્યું હતું કે આ જ રીત તેણે પોતાના ઘરે પણ પોસ્ટર લગાવી રાખ્યા છે. તેમણે જણાવ્યું કે તે એક દિવસ ધોનીના જેમ બનવા માંગે છે પરંતુ તેમની પાસે સ્ટેડિયમમાં જઈને મેચ રમવાના પૈસા નથી.

 19 ,  1