WC-2019: ધોનીના રન આઉટ થયા બાદ એક ફેનનું હાર્ટ અટેકથી મોત

ક્રિકેટ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં ભારતનો ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી પરાજય થયો હતો. આ સાથે જ એવી ચર્ચાને પણ વેગ મળ્યો કે એમ એસ ધોની રિટાયરમેન્ટ લેવાનો છે. આ કડીમાં કોલકત્તામાં એક ફેન એમએસ ધોનીના રનઆઉટ થવાનો ભાર ન સહન કરી શક્યો અને તેનું હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું છે.

હકીકતમાં, કોલતત્તાના શ્રીકાંત મૈતી પોતાની સાઇકલની દુકાન પર ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ સેમિફાઇનલ મેચ જોઈ રહ્યાં હતા. શ્રીકાંતની દુકાનની પાસે હલવાની દુકાનના માલિક સચિન ઘોષે જણાવ્યું કે, મોટો અવાજ આવ્યા બાદ અમે શ્રીકાંતની દુકાનમાં ગયા તો તે બેભાન જોવા મળ્યો હતો. ત્યારબાદ શ્રીકાંતને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી