Video: ધોનીએ જીવાને પૂછ્યા અનેક સવાલ, જાણો શું જવાબ મળ્યો…

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સોશિયલ મીડિયા પર પણ ખૂબ લોકપ્રિય છે. અને હાલમાં ચાલી રહેલી IPLના વ્યસ્ત શેડ્યુલ માંથી સમય કાઢીને પોતાની દીકરી જોડે જોવા મળ્યા છે. તે કાયમ તેની પુત્રી જીવાની સાથે તસવીરો અને વીડિયો શેર કરતા હોય છે. જીવાને ફેન્સથી પણ ખૂબ પ્રેમ મળતો રહે છે.

એવો જ એક વીડિયો તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં પપ્પા ધોની પુત્રી જીવાથી અલગ-અલગ ભાષાઓમાં હાલ ચાલ પુછે છે અને જીવા તેજ ભાષામાં જવાબ આપે છે કે હુ મજામાં છું.

ધોનીએ શરૂઆત કરતા તમિલ ભાષાથી અને જીવાએ તમિલમાં જવાબ આપે છે. તે બાદ બંગાળી, ગુજરાતી, ભોજપુરી અને પંજાબીમાં માહી સવાલ પુછે છે. અંતમા ધોની ઉર્દુમાં સવાલ કરે છે.

 40 ,  3