IPL 2022ના મેગા ઓક્શનમાં સૌથી પહેલા રિટેન કરીશું MS ધોનીને : CSK

માહીના ફેન્સ માટે ખુશખબર

ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)માં છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટના નિષ્ણાતો, ફેન્સમાં એક જ સવાલ હતો કે શું IPL-2022માં એમએસ ધોની ચેન્નઈ સુપર કિંગ્સમાં રમશે કે નહીં? આખરે આ સવાલનો જવાબ મળી ગયો છે. આગામી સીઝનમાં માહી ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમતા જોવા મળશે તેમ CSKના અધિકારીઓએ આ પુષ્ટિ કરી છે. એટલું જ નહીં એક ફ્રેન્ચાઇઝ અધિકારીએ જણાવ્યું હતું કે હરાજીમાં પ્રથમ રિટેન્શન કાર્ડનો ઉપયોગ ટીમના કેપ્ટનને રિટેન કરવા માટે વપરાશે. નોંધનીય છે કે IPLમાં બે નવી ટીમની એન્ટ્રી થવાની છે.

દશેરાના દિવસે કોલકાતા નાઈટ રાઈડર્સને 27 રનથી હરાવીને ચેન્નઈ સુપર કિંગ્સે ચોથી વાર IPLની ટ્રોફી જીતી હતી. મેચ સામાપ્ત થયા બાદ ધોનીએ કહ્યું, “મેં અગાઉ કહ્યું તેમ, CSKમાં પાછા ફરવાનું બીસીસીઆઈ પર નિર્ભર કરે છે. બે નવી ટીમો આવવાથી, આપણે નિર્ણય લેવાનો છે જે CSK માટે યોગ્ય છે. તે ટોચના ત્રણ-ચારમાં હોવા માટે નથી. મુદ્દો એ છે કે એક ટોચનું કેન્દ્ર બનાવવું જેથી ફ્રેન્ચાઇઝીને સંઘર્ષ કરવો ન પડે. એક કોર ગ્રુપ જે આગામી 10 વર્ષ સુધી ટીમમાં યોગદાન આપી શકે છે. “

તેમણે જણાવ્યું કે રિટેન્શન કાર્ડથશે અને એ વાત નક્કી છે, જો કે રિટેશનની સંખ્યા એવી વસ્તુ છે કે જેમના વિશે અમને જાણકારી નથી. પરંતુ પ્રમાણિકતાથી કહું તો તે પછીની વાત છે. કારણકે એમએસના કેસમાં પ્રથમ કાર્ડ તેમના માટે જ વપરાશકરવામાં આવશે. શીપને કેપ્ટનની જરૂર હોય છે અને ચિંતાના કરો તેઓ હવે આવનારા વર્ષે પરત આવશે.

જો કે, પ્રેઝંટેશન ખતમ થતી વખતે, જ્યારે કોમેન્ટેટર હર્ષ ભોગલેએ કહ્યું કે ‘ધોની CSK ટીમ માટે એક મહાન વારસો છોડી રહ્યો છે’, ત્યારે કેપ્ટન કૂલ હસ્યા અને કહ્યું કે ‘હું હવે નથી જતો’.

 26 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી