ધોની કાશ્મીરમાં કરશે ગાર્ડની ડ્યૂટી, 15 દિવસ સુધી આ ખતરનાક ફોર્સ સાથે લેશે તાલીમ

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વેસ્ટ ઇન્ડિઝની ટૂર પર ટીમ સાથે જશે નહીં. તેણે 2 મહિનાની રજા લીધી છે. આ દરમિયાન તે સેનામાં પોતાની સેવા આપશે. તેઓ 31 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી અહીં સૈનિકોની સાથે રહેશે. આ દરમિયાન તેઓ 106 ટેરિટોરિયલ આર્મી બટાલિયનની સાથે સમય પસાર કરશે.

એક બીસીસીઆઇ અધિકારીના અનુસાર ધોની હજી પણ ક્રિકેટથી સંન્યાસ નથી લઇ રહ્યા છે. તેમમે કહ્યું કે, તેઓ પોતાના અર્ધસૈનિક રેજિમેન્ટની સેવા માટે બે મહિનાનો વિશ્રામ લઇ રહ્યા છે, જે તેમને ખુબ જ પહેલા કર્યું હતું. ધોનીએ પ્રવાસથી બહાર થયા બાદ ઋષભ પંતને ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વનડે અને ટી20) માં વિકેટકીપર તરીકે રખાયા છે, જ્યારે રિદ્ધિમાન સાહા ટેસ્ટમાં વિકેટ કિપિંગ કરશે.

આ અંગે ધોનીએ કહ્યું હતુ કે તેઓ સૈનિકો સાથે સમય પસાર કરશે. ધોની વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે પણ ટીમ ઈન્ડિયાનો ભાગ નથી. પૂર્વ ભારતીય કેપ્ટનને 2011માં લેફ્ટિનન્ટ કર્નલની માનદ રેન્ક સોંપાઈ હતી. ત્યારથી માત્ર એક વાર તેમને ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ધોનીને 2011માં પ્રાદેશિક સેનામાં લેફ્ટિનેંટ કર્નલનો માનદ રેન્ક મળ્યો હતો. ધોનીએ બીસીસીઆઈને કહ્યું હતું કે તે ટીમ ઇન્ડિયા સાથે વેસ્ટ ઇન્ડિઝ ટૂર માટે ઉપલબ્ધ નથી. માનવામાં આવી રહ્યું હતું કે 2019ના વર્લ્ડકપ પછી ધોની ક્રિકેટને અલવિદા કહી દેશે. ધોનીએ ભારત માટે 350 વનડે, 90 ટેસ્ટ અને 98 ટી-20 ઇન્ટરનેશનલ મેચો રમી છે. તેણે વનડેમાં 50થી વધુની એવરેજથી 10,773 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેણે 38.09ની એવરેજથી 4876 રન બનાવ્યા છે.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી