પોતાના જ શેરોમાં ગરબડ બદલ મુકેશ અંબાણી દોષિત જાહેર

સેબીએ મુકેશ સહિત અન્યોને ફટકાર્યો 70 કરોડનો દંડ

દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સામે પોતાની જ કંપનીના શેરોમાં ગરબડ કરવાનો માત્ર આરોપ જ નહીં પરંતુ દોષિત ઠહેરવામાં આવ્યા છે. અને તેમને વ્યક્તિગત સહિત તેમની કંપનીયોને કુલ મળીને 70 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાંઆવ્યો છે.

સેબીએ 2007માં બનેલી રિલાયન્સ કંપનીના શેરોમાં ગરબડની ઘટનાની તપાસ હાથ ધરી હતી. 13 વર્ષ બાદ શેબીએ 96 પાનાના ચૂકાદામાં એવું પૂરવાર કર્યું છે કે 2007માં શેરબજારમાં રિલાયન્સના શેરોમાં મૂકેશ અંબાણીએ ગરબડ કરીને અયોગ્ય આર્થિક લાભ મેળવ્યો હતો. 2007ની શેરબજારની આ ગડબડની ઘટનાની તપાસ કરવામાં સેબીને 13 વર્ષ કેમ લાગ્યા તે પણ સૂચક મનાઇ છે.

અંદાજે 12 લાખની માર્કેટ કેપ ધરાવનાર રિલાયન્સ કંપની માલિક મુકેશ અંબાણી માટે 70 કરોડની પેનલ્ટી સાવ સામન્ય ચણા મમરા સમાન છે. પરંતુ શેબીના ચૂકાદામાં તેમણી શાખને કલંક લાગ્યો છે. એમ બજાર વર્તુળોનું માનવું છે. નોંધનિય છે કે, આ અગાઉ રીલાયંસ સામે કેજીબેસીનમાં સરકારી ગેસના કુવામાંથી અંદાજે રૂપિયા 10 હજાર કરોડની કિંમતની ગેસ ચોરીનો આરોપ લાગ્યો છે.

 29 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર