September 23, 2021
September 23, 2021

​મુકેશ અંબાણી ખરીદવા જઈ રહ્યા છે યુરોપની કંપની

અંબાણી અને અદાણી વચ્ચે સીધી ટક્કર

એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ક્લીન એનર્જી માટે પોતાના પ્રોજેક્ટ માટે શોપિંગ શરૂ કરી દીધી છે. આ માટે કંપની નોર્વેજીયન સોલર મોડ્યુલ નિર્માતા આરઈસી ગ્રુપને ચાઈના નેશનલ કેમિકલ કોર્પથી 1-1.2 બિલિયનમાં ખરીદવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઓઈલ ટૂ ટેલીકોમ સમૂહના ક્લીન એનર્જીમાં 75 હજાર કરોડ રૂપિયાના રોકાણ માટે એલાન કરવામાં આવામાં આવ્યું હતું જેના ભાગ રૂપે આ રોકાણ કરવામાં આવી રહ્યું છે. મુકેશ અંબાણીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે અને આ મામલે 9 લોકો પર વિશ્વાસ મૂક્યો છે.

કંપનીને ખરીદવા માટે 500થી 600 મિલિયન ડોલરના ફાઈનાન્સની વાતચીત ગ્લોબલ બેન્કો સાથે કરવામાં આવી રહી છે. બાકીની રકમને ઈક્વિટીના માધ્યમથી ફાઈનાન્સ કરવામાં આવશે. આ ઉપરાંત ડીલ રિલાયન્સના ઉર્જા ક્ષેત્રમાં વિસ્તાર કરવાની પોતાની યોજનાને આગળ વધારવા માટે હાઈ એજ ટેક્નોલોજી અને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કેપિબિલિટીઝ સુધી પહોંચવાના દરવાજા ખોલશે.

આરઈસી ગ્રુપની સ્થાપના 1996માં થઈ હતી. જે રાજ્ય દ્વારા સંચાલિત રસાયણ પ્રમુખ કેમચાઈનાના એક આંતરરાષ્ટ્રીય સદસ્ય છે અને પિરેલી ટાયર્સ અને સિનજેન્ટામાં સૌથી મોટા શેર હોલ્ડિંગ છે. આરઈસી ગ્રુપ સોલર ફોટોવોલ્ટિક પેનલ માટે અગ્રણી યુરોપીય બ્રાન્ડની વાર્ષિક અને પૈનલ ઉત્પાદન ક્ષમતા 1.8 ગીગાવોટ છે અને તેને વિશ્વ સ્તર પર લગભગ 10 જીડબ્લ્યુ ક્ષમતા સ્થાપિત કરી છે.

મહત્વનું છે કે ભારત 2022 સુધી 100 ગીગાવોટ સોલરની સાથે 175 ગીગાવોટ રિન્યુએબલ કેપેસિટી તૈયાર કરી શકે છે. હાલના સમયમાં સોલર ઈક્વિપમેન્ટ માર્કેટમાં બિજિંગ સ્થિત કંપનીઓ જેવી કે ટ્રિના સોલર લિમિટેડ, ઈટી સોલર અને જિંકોનું વર્ચસ્વ છે. ભારતમાં સોલર સેલ માટે ફક્ત ગીગાવોટ અને સોલર મોડ્યુલ માટે 15 ગીગાવોટની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને એજીએમમાં સોલર એનર્જી અથવા ગ્રીન એનર્જી પર 75 હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી. આ માટે કંપની વતી તેમાં કામ કરતી કંપનીઓને હસ્તગત કરવાની પણ યોજના છે. આ પ્રોજેક્ટના આગમન સાથે હવે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે સીધી સ્પર્ધા થશે. જેનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે તેવી અપેક્ષા છે.

 100 ,  1