મુકેશ અંબાણી સતત 14માં વર્ષે સૌથી ધનિક ભારતીય

Forbes India Rich List 2021: જાણો અદાણી, બિરલા સહિતને કયાં ક્રમે મળ્યું સ્થાન

ફોર્બ્સ દર વર્ષે ભારતના સૌથી ધનિક લોકોની યાદી જાહેર કરે છે. ભારતીય ધનિકોની ફોર્બ્સ 2021 ની યાદીમાં 2008 થી સતત 14 મા વર્ષે મુકેશ અંબાણી નંબર વન ભારતીય અબજોપતિ રહ્યા છે. અંબાણીએ તેમની સંપત્તિમાં 4 અબજ ડોલર ઉમેરીને 92.7 અબજ ડોલર સાથે પ્રથમ ક્રમે છે. ફોર્બ્સ અનુસાર, કોરોના મહામારીના બીજા વર્ષમાં, ભારતના ધનિકોએ તેમની સંપત્તિમાં 50 ટકાનો વધારો કર્યો છે. તે જ સમયે, ગૌતમ અદાણી 74.8 અબજ ડોલરની નેટવર્થ સાથે બીજા સ્થાને છે, માત્ર અંબાણીની પાછળ 17.9 અબજ ડોલર છે.

ગૌતમ અદાણી: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ સતત ત્રીજા વર્ષે આ યાદીમાં બીજુ સ્થાન મેળવ્યું છે. તેમની સંપત્તિ લગભગ ત્રણ ગણી થઈ ગઈ છે. તેમની નેટવર્થ 74.8 અબજ સુધી પહોંચી ગઈ છે.

શિવ નાદર: ત્રીજા નંબરે એચસીએલ ટેકનોલોજીના સ્થાપક શિવ નાદર છે. તેની કુલ સંપત્તિ 31 અબજ ડોલર છે.

રાધાકિશન દામાણી: ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દામાણી ચોથા નંબરે છે. તેમની કુલ સંપત્તિ 29.4 અબજ ડોલર છે.

સાયરસ પૂનાવાલા: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સાયરસ પૂનાવાલા પાંચમા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 19 અબજ ડોલર છે.

લક્ષ્મી મિત્તલ: આર્સેલર મિત્તલના માલિક લક્ષ્મી મિત્તલ 18.8 અબજની સંપત્તિ સાથે છઠ્ઠા સ્થાને છે.

સાવિત્રી જિંદાલ: ઓપી જિંદાલ ગ્રુપની સાવિત્રી જિંદાલ સાતમા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 18 અબજ છે.

ઉદય કોટક: કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટક 16.5 અબજની નેટવર્થ સાથે આઠમા ક્રમે છે.

પાલોનજી મિસ્ત્રી: શાપુરજી પાલોનજી ગ્રુપના પાલોનજી મિસ્ત્રી નવમા ક્રમે છે. તેમની કુલ સંપત્તિ 16.4 અબજ ડોલર છે.

કુમાર બિરલા : આદિત્ય બિરલા ગ્રુપના કુમાર બિરલા 15.8 અબજ ડોલરની નેટવર્થ સાથે દસમા સ્થાને છે.

 87 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી