અલ્યા ભઇ, રિલાયન્સમાં ગાબડુ કેમ પડ્યુ એ તો કહો…!!

લાખો લોકોને રોજગારી આપનાર રિલાયન્સની તબિયત સારી રહે અને માર્કેટમાં રિલાયન્સનો શેર પતંગની જેમ ઉંચે ને ઉંચે……

મુકેશભાઇને કાંઇ થયું નથી તો તેના શેરોમાં આટલો જંગી ઘટાડો કેમ થયો…?.

રિલાયન્સ-જિઓ પાસે 40 કરોડ ગ્રાહકોનો ડેટા નોંધાયેલો છે….

દુનિયાની કંપનીઓમાં મુકેશભાઇ અને અંબાણી પરિવારનું નામ પણ પણ ઉંચુ, ઉજ્જવળ થાય…

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

2, નવેમ્બર 2020ના રોજ શેરબજારમાં રિલાયન્સના શેરોમાં ધડાધડ ધબાક ધઇને ધબડકો સર્જાયો અને એક જ દિવસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપમાં 1.20 લાખ કરોડનું ધોવાણ થઇ ગયું. રિલાયનસનો શેર એક જ દિવસમાં 8.62 ટકા તૂટ્યો. રિલાયન્સના માલિક મુકેશ અંબાણીના પ્રમોટર્સ વેલ્થમાં 60 હજાર કરોડનું ધોવાણ થયું. મુકેશ દુનિયાના ધનિકોની યાદીમાં ત્રણ ક્રમ નીચે સરકીને નવમા ક્રમ પર આવી ગયા…!! કંપનીમાં 50.1 ટકાનો હિસ્સો મુકેશભાઇનો છે. રિલાયન્સની માર્કેટ કેપ તાજેતરમાં 12 લાખ કરોડ પર પહોંચી ગઇ હતી. જેમાં બીજી નવેમ્બરે 1.20 લાખ કરોડ ઓછા થઇ ગયા. કાંઇ વાંધો નથી…આ તો શેરનું બજાર છે. ઉપર નીચે થયા કરે. એક સમયે મુકેશની માક્રેટ કેપ 6 લાખ કરોડની હતી. જે હૌલે…હૌલે… ધીરે…ધીરે….આહિસ્તા…આહિસ્તા…વધીને 12 લાખ કરોડની થઇ…કઇ રીતે …..ઓપન સિક્રેટ.

દરેકની આવડતની ખૂબી છે. પણ 2 નવે.ના રોજ રિલાયન્સમાં કેમ ધબડકો થયો તેનું મૂળ કારણ મોટાભાગના કોઇ મિડિયાએ દર્શાવ્યું નથી. બજારમાં વાત પહોંચી કે મુકેશભાઇ બિમાર પડી ગયા….અને તેની ચકાસણી કર્યા વગર જ શેર પડ્યો નીચે ધડામ કરીને. રિલાયન્સ દ્વારા મુકેશભાઇની બિમારી કે બિમાર પડ્યા કે શું થયું તેનો કોઇ ખુલાસો કરાયો નથી. એક ઇન્દોરી હિન્દી અખબારે જાહેર કર્યું હતું કે મુકેશ અંબાણી બિમાર હો ગયે ઔર ઉસકે ચલતે શેયર બાજાર મેં રિલાયન્સ કા શેયર નીચે આ ગયા….

માર્કેટ ઇચ્છે છે કે મુકેશ ભાઇને કશું ના થાય, તેઓ 100 વર્ષના થાય અને તેમની ઉંમર વધવાની સાથે રિલાયન્સના શેરોમાં પણ સતત વધારો થયા કરે તો લાખો શેરધારકોની દિવાળી સુધરી જાય….! પણ વાત તો એ છે કે આવી મોટી હસ્તીને કંઇક થાય તો તે ક્યાં સુધી ગોપનીય રાખી શકાય…? માની લઇએ કે મુકેશભાઇને કાંઇ થયું નથી તો તેના શેરોમાં આટલો જંગી ઘટાડો કેમ થયો…?. કંપનીના ત્રીજા ત્રિમાસિક ગાળાનો રિપોર્ટ સારો આવ્યો, નફો કર્યો. અલબત લોકડાઉન વગેરે. નડ્યું હશે.. પણ તેની હાલત વોડાફોન કે આઇડિયા જેવી તો નથી જ.

આ જ મુકેશ અંબાણીએ જિઓના સીમ શરૂઆતમાં મફત આપી આપીને બે મોટી કંપનીઓનું ધોવાણ કરી નાંખ્યું. સેબી, મોનોપોલી કમિશન કે કોઇએ કંપનીને એમ ના પૂછ્યું કે તમે કેમ મફતમાં માંગો એટલા સીમ કાર્ડ અંગૂઠો લઇને આપી રહ્યાં છો, બજારમાં બીજી કંપનીઓ પર અસર થશે….પરંતુ કોઇએ એવું ના પૂછ્યું અને મફતની લાલચમાં આજે જિઓ પાસે 40 કરોડ ગ્રાહકોનો અંગૂઠાની છાપવાળો ડેટા કંપની પાસે છે. રિલાયન્સ માને છે કે આજના યુગમાં ડેટાની કિંમત તેલ જેટલી એટલે કે ખનિજ તેલ જેટલી છે. Data is another oil -ડેટા ઇઝ અનધર ઓઇલ…એમ એકવાર મુકેશ અંબાણીએ કહ્યું હતું. લોકોએ હોંશે હોંશે અંગૂઠાની છાપ આપીને મફતમાં સીમ લીધા અને પછી ચાર્જ વસૂલવાનું શરૂ થયું….! રિલાયન્સ-જિઓ પાસે 40 કરોડ ગ્રાહકોનો ડેટા છે.

બિમારી, માંદગી વગેરે. સહજ અને સ્વાભાવિક છે. જિઓમાં વધુ રોકાણ આવ્યું હોય તો બે થેપલા વધઝારે ખવાઇ જાય તો તબિયત આઘાપાછી થઇ જાય અને વળી પાછુ માર્કેટ સુધરી પણ જાય. પણ મોટા લોકોની મોટી વાતો. કાજોલ કહે છે ને- વડે લોગ…વડી બાતે….

પણ બિમારી કે માંદગી કાંઇ ગોપનીય ના રહે. મુકેશભાઇ આખરે તો હાડ-માંસના બનેલા માણસ છે એટલે તબિયત બગડે…ના બગડે… મિડિયાવાળાએ ભલે ધબડકાનું કારણ ના આપ્યું હોય પણ કંઇક તો હશે. અને હશે તો વાજતે ગાજતે આવશે બજારમાં. પણ આપણે ઇચ્છીએ કે લાખો લોકોને રોજગારી આપનાર રિલાયન્સની તબિયત સારી રહે અને માર્કેટમાં રિલાયન્સનો શેર પતંગની જેમ ઉંચે ને ઉંચે…. આકાશમાં જાય અને દુનિયાની કંપનીઓમાં મુકેશભાઇ અને અંબાણી પરિવારનું નામ પણ પણ ઉંચુ, ઉજ્જવળ થાય.

જુગ..જુગ જિયો, જિઓ કે સંગ….!! ગેટ વેલ સુન…..!!

-દિનેશ રાજપૂત

 111 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર