મુકેશ અંબાણી જામનગરમાં ઉજવશે આજે પૌત્ર પૃથ્વીનો પ્રથમ જન્મદિવસ

રોહિત શર્મા, હાર્દિક પંડ્યા સહિતની સેલિબ્રિટીઓનું એરપોર્ટ પર આગમન

જન્મદિવસને યાદગાર બનાવવા ગ્રાન્ડ સેલિબ્રેશન

દેશ અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યકિત મુકેશ અંબાણી આજે પોતાના પૌત્ર પૃથ્વી અંબાણીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવશે. આજે 10 ડિસેમ્બરે પૃથ્વી અંબાણી નો જન્મદિવસ છે, ત્યારે આખો પરિવાર જામનગર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં જન્મદિવસ ઉજવવા જઈ રહ્યો છે. આ સદીને યાદ રહી જાય તેવો આ જન્મદિવસ હશે. આ પાર્ટીમાં કોવિડના નિયમોનું ખાસ પાલન કરાવવામા આવશે, તેમજ પૃથ્વીના જન્મદિવસે આવનારા તમામ મહેમાનો વેક્સીનેટેડ હશે. જન્મદિવસના પહેલા અંબાણી પરિવાર દ્વારા હજારો ગામડાઓમાં ભોજન તથા અનાથાલયમાં ભેટસોગાદો આપ્યા છે. બીજી બાજુ ગ્રાન્ડ સેલિબ્રેશનમાં હાજરી આપવા સેલિબ્રિટીઓ જામનગર પહોંચી રહી છે. ગુજ્જુ ક્રિકેટર હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને ઝહિર ખાન પરિવાર સાથે પહોંચ્યા છે.

100 પૂજારીઓ આપશે આર્શીવાદ
પૃથ્વીના જન્મદિવસ પર અંબાણી પરિવારે 100 થી વધુ પૂજારીઓને આમંત્રિત કર્યા છે. જેઓ જામનગર આવીને પૃથ્વી અંબાણીને આર્શીવાદ આપશે. તેઓ પૃથ્વીના લાંબા જીવન અને સ્વાસ્થય માટે પૂજા અર્ચના કરશે. પૂજા સંપન્ન થયા બાદ તેઓ પૃથ્વીને આર્શીવાદ આપશે.

દેશના સૌથી અમીર પરિવારના સૌથી નાનકડા સદસ્યનો પહેલો જન્મદિવસ ખાસ બની રહેશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના રિલાયન્સમાં યોજાનારી પાર્ટીમાં બોલિવુડની અનેક સેલિબ્રિટીઝને આમંત્રિત કરાઈ છે. જામનગરના ફાર્મ હાઉસમાં પૃથ્વીનો જન્મદિવસ ઉજવાશે. જેમાં સચીન તેંડુલકર, દિપીકા, રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિત અનેક સેલિબ્રિટી પ્રાઈવેટ જેટ દ્વારા જામનગર રિલાયન્સ પહોંચશે. કહેવાય છે કે, જન્મદિવસ માટે માત્ર 120 મહેમાનોને જ આમંત્રણ અપાયુ છે, જેમાંથી મોટાભાગની સેલિબ્રિટી અને નજીકના લોકો સામેલ છે.

 50 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી