શક્તિમાને અજય-શાહરૂખને લીઘા આડે હાથ, કહ્યું – ઉંચે લોગો કી નીચી પસંદ…

 અજય દેવગણનો એક ફોટો શેર કર્યો, કહ્યું – ‘કભી ખુદ ખાકર દેખા હૈ?

બોલિવૂડ અભિનેતા મુકેશ ખન્ના છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અલગ અલગ મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરતા હતા. તાજેતરમાં જ મુકેશ ખન્નાએ સોશિયલ મીડિયા દ્વારા ફરી એકવાર નવો મુદ્દો ઉઠાવ્યો છે. મુકેશ ખન્નાએ ટ્વિટ કરીને બોલિવૂડ એક્ટર અજય દેવગન અને શાહરૂખ ખાન પર તંજ કસ્યો છે. અને ટોણો મારતા કહ્યું – ઉંચા લોકોની નીચી પસંદ…’

શક્તિમાને શાહરુખ ખાન અને અજય દેવગણ પર નશીલી વસ્તુના પ્રચારને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર અજય દેવગણ સાથે પોતાનો એક ફોટો શેર કર્યો, જેના પર લખ્યું હતું ‘કભી ખુદ ખાકર દેખા હૈ?

કેપ્શનમાં એક્ટરે લખ્યું, ‘બોલો ઝુબાન કેસરી, ઊંચે લોગો કી પસંદ, મેં યું હી નહીં બન જાતા, આઈ એમ ધ મેન ઓફ ઓલ સીઝન. શું છે આ બધું? લોકોને ભ્રમિત કરવાનો જોખમી રસ્તો. હાનિકારક વસ્તુઓનો નાટકીય રીતે દુષ્પ્રચાર. કોઈ નથી રોકતું આને, ના ખાવાવાળા, ના પ્રચારક, ના સરકાર. કોઈના બાપનું શું જાય છે.’

આ મુદ્દે જોડાયેલો એક વિડિયો પણ એક્ટરે શેર કર્યો, જેમાં તેમણે કહ્યું, ‘આપણી આસપાસ ઘણી એવી પ્રોડક્ટ્સ છે, જે શરીર માટે હાનિકારક છે, પણ તેમ છતાં સરકાર એને મંજૂરી આપે છે. હું સિગારેટ, દારૂ અને ગુટખાની વાત કરી રહ્યો છું. મને સરકારથી વધુ આશ્ચર્ય એ બોલિવૂડ એક્ટર્સથી થયું, જેઓ પોતાનો ચહેરો આપીને આનો પ્રચાર કરે છે.’

 83 ,  1