મુકેશભાઇ, સારી તક છે. કરો શુભ શરૂઆત…યાદ કરશે ગુજરાત..!!

શું ગુજરાતને જામગર રિફાઇનરીમાં તૈયાર પેટ્રોલ સસ્તુ ના મળવુ જોઇએ..?

ગુજરાતમાંથી તેલ-ગેસ કાઢનાર ઓએનજીસી ગુજરાતને કરવેરારૂપે શુ આપે છે…?

પેટ્રોલ લિટરે 5 રૂપિયા સસ્તુ આપે તો પણ રિલાયન્સને કોઇ નુકશાન નથી..

અંબાણીનું મકાન એટલુ મજબૂત છે કે મિસાઇલ પણ પાછી ફરે, જીલેટિનની લાકડીઓ તો ફાસફૂસ છે..

એક સમયે ગુજરાતમાં ઓએનજીસીની સામે આંદોલન થતા હતા……

નરોડામાં આજે રિલાયન્સનો વિમલ શોરૂમ છે..

(નેટ ડાકિયા- ખાસ અહેવાલ)

ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા ચોરવાડના નિવાસી ધીરૂભાઇ અંબાણીના પરિવાર દ્વારા અગાઉ પોતાના માદરે વતન ચોરવાડની મુલાકાત લેવામાં આવતી હતી. બની શકે કે મહામારીને કારણે તેઓ ચોરવાડની મુલાકાત નહીં લઇ શક્યા હોય. પણ એ પરિવારના મોટાભાઇ મુકેશ અંબાણી છેલ્લાં 3 મહિનાથી કિસાન આંદોલનને કારણે ચર્ચામાં છે. તેમની સાથે ગુજરાતના બીજા ઉદ્યોગપતિ અદાણી પણ કિસાન આંદોલનમાં નાહકના બદનામ થઇ ગયા છે.

કિસાન આંદોલન ઉપરાંત છેલ્લાં બે દિવસથી અંબાણી મિડિયામાં કેન્દ્ર સ્થાને છે. મુંબઇમાં તેમના મકાનની બહાર કોઇ સ્કોર્પિયો ગાડી આવી અને તેમાંથી કુવા ખોદવા માટે ઉપયોગમાં લેવાતી વિસ્ફોટક સામગ્રી જીલેટીનની લાકડીઓ પણ પકડાઇ અને એક ચિઠ્ઠી પણ મળી આવી. પહેલી નજરે ફિલ્મી સ્ટાઇલ જેવુ લાગે. પણ પોલીસ અને અંબાણી પરિવારની સુરક્ષા એજન્સી તેમાં કોઇ ઢીલ કરવા માંગતી નથી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ અને એટીએસ પણ તપાસ મેં જૂટ ગઇ હૈ…

સ્કોર્પિયો ગાડી કોની છે, ચિઠ્ઠી કોણે લખી અને કોણે મુકેશ અંબાણી પરિવારને ઉડાવી દેવાની ધમકી આપી એ તપાસનો વિષય અને તેમાંથી કંઇક નિકળશે. બની શકે કે તેના તાર દિલ્હીની ત્રણ બોર્ડર સુધી પહોંચતા હોય. પંજાબમાં મુકેશની મોબાઇલ કંપની રિલાયન્સ જિઓના ટાવરો તોડી નાંખવામાં આવ્યાં હતા. કેમ કે કિસાન આંદોલનમાં એવી વાત ફેલાઇ કે કેન્દ્ર સરકાર કૃષિ કાયદા દ્વારા ખેડૂતોની જમીન રિલાયન્સવાળા મુકેશભાઇને અને અદાણી ગ્રુપવાળા ગૌતમ અદાણીને આપી દેવા માંગે છે. બની શકે કે કોઇએ અંબાણી પરિવારને ડરાવવા માટે આ કારસ્તાન કર્યું હોય. અંબાણી પરિવાર રહે છે એ 28 માળની એન્ટોલિયા નામની ઇમારત એટલી મજબૂત બનાવવામાં આવી છે કે, ઐસા કહા જાતા હૈ કી મિસાઇલ પણ પાછી ફરી જાય.. જીલેટીકની પાતળી લાકડીઓ તો તેની સામે મચ્છર કહી શકાય.

રિલાયન્સ અને ધીરૂભાઇએ ધંધાની શરૂઆત અમદાવાદના નરોડા જીઆઇડીસીમાં વિમલ કાપડ ફેક્ટરીથી કરી હતી. આજે પણ ત્યાં વિમલનો શો રૂમ છે. ત્યાંથી તેલના ધંધા માટે ગુજરાતના જામનગરમાં રિફાઇનરી નાંખવામાં આવી. તે વખતના સીએમ ચીમનભાઇ પટેલે તેને મંજૂરી આપી અને ઉદ્યોગોને અપાય છે એવી તમામ રાહતો આપી. તે વખતે વેચાણવેરો વસૂલ કરાતો. રિલાયન્સને ગુજરાત સરકાર દ્વારા જે રાહતો આપવામાં આવી તેનો હિસાબ કરાય તો અબજો રૂપિયાની રાહત મેળવી હશે. હાલમાં પણ સરકારી રાહત મળતી ઙસે કે કેમ એ તો આરટીઆઇ દ્વારા માહિતી મળી શકે. મુકેશભાઇની જામનગર રિફાઇનરી આજે દુનિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી છે. જેમાં ખનિજ તેલ લાવીને તેમાંથી પેટ્રોલ, ડિઝલ, ડામર અને અન્ય પ્લાસ્ટિક મટીરીયલનું ઉત્પાદન થાય છે.

ગુજરાતમાં રિલાયન્સના અંદાજે 500 પેટ્રોલ પંપ તો હશે જ. કેમ કે 2008માં 246 હતા. અને તે વખતે સરકારી પેટ્રોલ પંપ પર પેટ્રોલનો ભાવ રિલાયન્સના પેટ્રોલ કરતાં 14 રૂપિયા સસ્તો મળતો હતો. એટલે રિલાયન્સનું મોંઘુ પેટ્રોલ કોણ ખરીદે…? પરિણામ એ આવ્યું કે રિલાયન્સને પોતાના તમામ પેટ્રોલ પંપ તે વખતે બંધ કરી દેવા પડ્યા હતા. હાલમાં રિલાયન્સ પેટ્રોલનો ભાવ અને સરકારી પેટ્રોલના ભાવ વચ્ચે કોઇ તફાવત નથી ગુજરાતમાં અને દેશભરમાં .રિલાયન્સના પેટ્રોલ પંપ ધમધમી રહ્યાં છે જામનગરની રિફાઇનરીની જેમ. તેમાંથી કેટલી કમાણી, કેટલો નફો થાય છે તેની ગણતરી ભલે રિલાયન્સ કરે. પણ હાલમાં જે રીતે સરકારી પેટ્રોલના ભાવ આસમાને ગયા છે તો મુકેશભાઇએ, તેમની રિફાઇનરી ગુજરાત સરકારની રાહતો મેળવતી હોય તો જામનગર રિફાઇનરીમાં તૈયાર થનાર પેટ્રોલ ગુજરાતના લોકોને સસ્તા ભાવે આપવું જાઇએ કે નહીં…?! મળવુ જોઇએ કે નહીં…?!

જો જામગનર રિફાઇનરીને ગુજરાત સરકારની રાહતો ન મળતી હોય કે ન મેળવી હોય તો અને મળી હોય તો કેટલા વર્ષ કુલ કેટલી રાહતો મેળવી તેની માહિતી અને ગુજરાત સરકારને રિલાયન્સ દ્વારા 1999થી કુવ કેટલા કરોડ કરવેરારૂપે મળ્યા તેની માહિતી જાહેર થાય તો દૂધ કા દૂધ ઔર પાની કા પાની. જામગર રિફાઇનરીની સ્થાપના 14 જુલાઇ 1999માં થઇ હતી. હાલમાં રોજના 12 લાખ બેરલ ઓઇલ શુધ્ધ કરવામાં આવે છે., તેમાંથી ગુજરાતના 500 પેટ્રોલપંપ પર પણ વેચાય છે.

મુકેશભાઇ ગરવા ગુજરાતી હોવાનો ગૌરવ અનુભવતા હોય તો ગુજરાતમાં બજાર ભાવ કરતાં સસ્તા ભાવે પેટ્રોલ આપીને ગુજરાત પ્રત્યેનું ઋણ અદા કરવુ જોઇએ. ગુજરાતમાંથી કમાયા અને ગુજરાતને તેરા તુઝકો અર્પણ….કરીને લિટરે 5 રૂપિયાની રાહત આપે તો ગુજરાત જામગનરનું નામ બદલીને અંબાણીનગર કરવા તૈયાર થઇ જાય અને આમ પણ હવે તો નામકરણ ચાલી રહ્યું છે તો ભેગા ભેગા જામનગરનું નામ પણ બદલીને ધીરૂભાઇના નામે ધીરૂભાઇનગર રાખી શકાય.

ઘણાં વર્ષો પહેલા આ જ ગુજરાતમાં ઓએનજીસી સામે વિરોધ થયો હતો કે ગુજરાતમાં તેની ઓફિસમાં સામાન્ય પટ્ટાવાળો પણ ગુજરાત બહારથી લાવવામાં આવે છે…!! ઓએનજીસી પણ ગુજરાતની ધરતીમાંથી તેલ-ગેસનો ભંડાર કાઢે છે તો ગુજરાત પ્રત્યે પ્રેમભાવ રાખવુ જોઇએ.ઓએનજીસી ગુજરાત ઉપરાંત આસામમાંથી પણ તેલ-ગેસનો ભંડાર કાઢે છે અને આસામમાં પણ જે તે વખતે ઓએનજીસીની સામે આસામને અન્યાય….ના મામલે આંદોલનો થયા હતાં. તેની અસર ગુજરાતમાં થઇ હતી.

કોર્પોરેટ કંપનીઓને આમ પણ સામાજિક જવાબદારી માટે નફાના અમુક ટકા સમાજ સેવા માટે આપવાના હોય છે. તો રિલાયન્સ જામગર રિફાઇનરીમાંથી સસ્તા ભાવે ગુજરાતમા પેટ્રોલ આપીને સમાજ સેવા પણ કરી શકે. મુકેશભાઇ, સારી તક છે. કરો શુભ શરૂઆત…યાદ કરે છે ગુજરાત..!!

તંત્રી દિનેશ રાજપૂત

 108 ,  1