બાહુબલી મુખ્તાર અંસારી પર ગેંગસ્ટર એક્ટ હેઠળ મોટી કાર્યવાહી

10 કરોડથી વધારેની જમીન અને દુકાનો જપ્ત

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર યોગી સરકારે બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. યોગી સરકારના માફિયા વિરોધી અભિયાન હેઠળ ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પોલીસ પ્રશાસને મુખ્તાર અંસારીની 10.10 કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરી છે.

યુપી પોલીસે ગાઝીપુર શહેરના મહુઆબાગ વિસ્તારમાં સ્થિત મુખ્તાર અંસારીના માર્કેટને ગેંગસ્ટર એક્ટ હેઠળ જપ્ત કર્યું છે. આ મિલકતો મુખ્તાર અંસારીની પત્ની અફશા અન્સારી અને પુત્ર અબ્બાસ અન્સારીના નામે છે. શહેરની મધ્યમાં આવેલા માર્કેટમાં મુખ્તારની આ માર્કેટમાં 17 દુકાનો આવેલી છે.

પોલીસ પ્રશાસને આ તમામ દુકાનો જપ્ત કરી છે. અગાઉ આ બિલ્ડીંગના ઉપરના માળે બનેલી મુખ્તાર અંસારીની હોટેલ ગઝલને પણ તોડી પાડવામાં આવી હતી. બાહુબલી ધારાસભ્ય મુખ્તાર અંસારી પર કાયદો કસવામાં આવતા મુખ્તાર ગેંગમાં હલચલ મચી ગઈ છે.

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી