મુંબઈ : લાલબાગમાં આવેલી બહૂમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ

Video : જીવ બચાવવા બિલ્ડિંગ પરથી છલાંગ

દેશની આર્થિક રાજધાની મુંબઈના લાલબાગ વિસ્તારમાં આવેલી 60 માળીની હાઇરાઇઝ બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. પ્રાપ્ચ માહિતી પ્રમાણે આગ એટલી વિકરાળ હતી કે, 17 માળથી 25 માળ સુધી ફેલાઇ ગઈ હતી ચારે કોળ આગના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. મળતી જાણકારી પ્રમાણે, કરી રોડ વિસ્તારમાં આ બિલ્ડિંગ નિર્માણાધીન છે. આ બિલ્ડિંગમાં કેટલાય મોટા બિઝનેસમેન રહે છે. અત્યારે ફાયર બ્રિગેડની કેટલીય ગાડીઓ ત્યાં પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જોકે, અત્યારે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું છે. બિલ્ડિંગની આસપાસ અન્ય ઇમારતો છે. આવામાં ચિંતા છે કે, આગ પર ઝડપથી કાબૂ ન મેળવાય તો મોટું નુકસાન થઈ શકે છે.

શહેરના કરી રોડ પર આવેલી બિલ્ડિંગમાં બપોરે 12 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. અવિઘ્ન પાર્ક એપાર્ટમેન્ટમાં આગ લાગતાં ભારે અફરા-તફરી મચી ગઈ હતી. બહુમાળી બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આ અંગે જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જોકે, આ આગની ઘટનામાં કોઈ ઇન્જર્ડ ન થયું હોવાનું મુંબઈ ફાયર બ્રિગેડે જણાવ્યું હતું.

બિલ્ડિંગમાં લાગેલી આગના એક વીડિયો પ્રમાણે, એક શખ્સે જીવ બચાવવા માટે બાલકની સાથે લટકતો દેખાય છે અને આ પછી તે નીચે પડી જાય છે. જોકે, હજુ એ સ્પષ્ટ થયું નથી કે આ શખ્સ બચી ગયો છે કે તેનું મોત થઈ ગયું છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી