મુંબઈની MTNL બિલ્ડીંગમાં ભીષણ આગ, 100 લોકો ફસાયા હોવાની આશંકા

મુંબઈની બાંદ્રામાં આવેલી મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડ બિલ્ડિંગમાં સોમવારે ભીષણ આગ લાગી છે. બચાવ અભિયાન માટે ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરવિભાગના બચાવકર્મીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આ પહેલા મુંબઈમાં જ તાજમહેલ અને ડિપ્લોમેટ હોટલ પાસે આવેલી ચર્ચિલ ચેમ્બર બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી. ફાયરવિભાગના કર્મચારીઓએ 14 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. સાથે બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

 40 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી